નાંદોદ ના વણઝર ગામમાં જુગાર રમતા ૦૬ શખ્સોને રાજપીપળા પોલીસે રૂ.૬૦૦ સાથે ઝડપી લીધા

0
37નાંદોદ ના વણઝર ગામમાં જુગાર રમતા ૦૬ શખ્સોને રાજપીપળા પોલીસે રૂ.૬૦૦ સાથે ઝડપી લીધા

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા પોલીસે વણઝર ગામ માંથી છ જુગરીયાઓને જુગાર ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકામાં આવેલા વણઝર ગામમાં જુગાર ની રેડ કરતા ત્યાં મણીલાલ અમીલાલ વસાવાના રહેણાંક ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પૈસાથી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા અમરતભાઈ ચુનીલાલ વસાવા ( ૨ ) રસીકભાઈ કાલીદાસભાઈ વસાવા, ( 3 ) અજીતભાઈ મણીલાલ વસાવા( ૪ ) ઉમંગભાઈ દિનેશ ભાઈ વસાવા( ૫ ) શૈલેન્દ્રભાઈ કેશુભાઈ વસાવા તથા ( ૬ ) મુકેશભાઈ હરીલાલ વસાવા,તમામ રહે – વણઝર નાઓની અંગ ઝડતી કરતા તેમના પેંટના ખીસ્સામાંથી રૂ.૩૫૦ / – તથા દાવ પરના રૂ .૨૪૦ / -મળી કુલ કિ.રૂ. ૬૦૦/- સાથે હારજીતનો જુગાર રમતા પોલીસ રેઈડ દરમ્યાન ઝડપી પાડી પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here