માણાવદર બાલા હનુમાન મંદિરના પૂજારીનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

0
35







જૂનાગઢ : જિલ્લાના માણાવદરના ભાલેચડા ગામે બાલા હનુમાન મંદિરના પૂજારી સદારામ બાપુની લાશ મંદિરની સામેના તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.
આ અંગે વધુ મળતી વિગત મુજબ બાલા હનુમાન મંદિર ભાલેચડા ખાતે છેલ્લા ચાર વર્ષથી સદારામ બાપુ સેવા આપી રહ્યા હતા, અને આજે મંદિરની સામેના તળાવમાંથી પૂજારી સદારામ બાપુનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો,

આ અંગે માણાવદર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી.

અહેવાલ : ભરત બોરીચા



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here