મોડે મોડે જાગેલા હાઇવે તંત્ર દ્વારા રોડની આજુબાજુ આવેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈ કરવામાં આવી.

0
38







રિપોર્ટર. પ્રિતેશ પટેલ
મોડે મોડે જાગેલા હાઇવે તંત્ર દ્વારા રોડની આજુબાજુ આવેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈ કરવામાં આવી.

હાલમાં જ અહીં સર્કલ પાસે ટ્રક પલટી મારી ગઈ હતી . જોકે તે આગાઉ પણ રાત્રિ તેમજ દિવસ દરમિયાન અનેક ટ્રકો પલટી મારી ગઈ હોવાનું જાણવા મળેલ છે . જોકે અગાઉ પણ આ વિસ્તારમાં રાત્રિના સમયે ખડકાળા સર્કલ પાસે લાઈટના અભાવને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય જેથી લાઈટના અભાવને કારણે અનેક વાહનચાલકો વારંવાર રાત્રિના સમયે ગોથું ખાઈ જાય છે . ખડકાળા સર્કલથી ચીખલી તરફ જતા હાઇવે પર ડિવાઈડરની આજુબાજુ અનેક જગ્યાએ પણ ઝાડી ઝાંખરાને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રાહદારીઓને રોડ ક્રોસ કરતી વેળા સામેથી આવતા વાહનો નહીં દેખાવાના કારણે અકસ્માતના બનાવો અગાઉ બની ચૂક્યાં છે . જેથી મોડે મોડે જાગેલા હાઇવે તંત્ર દ્વારા રોડની આજુબાજુ આવેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈ કરવામાં આવતા અનેક વાહન ચાલકોને મહદઅંશે રાહત થઈ છે . જોકે ચોમાસા પૂર્વે હાઇવેને લગતી અનેક સમસ્યાનું નિરાકરણ થાય એવી લોકમાંગ ઉઠી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે , ઝાડી ઝું ખરાને કારણે વાહનો ગોળાકાર ફરતી વખતે એકબીજા સાથે અવારનવાર ભટકાતા અકસ્માતો સર્જાતા રહ્યા છે , પરંતુ હવે પ્રિ – મોન્સુન કામગીરીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલ સાફસફાઇ અભિયાનથી વાહનચાલકોના જીવ જોખમમાં નહીં મૂકાય.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here