દોલપુર ગામના મહિલા પીડા વધતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી

0
37







અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

અરવલ્લી જીલ્લાના દોલપુર ગામના વતની ફિરોજાબીબીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓ સારવાર માટે બાયડ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.પરંતુ તેમનું લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી પ્રસૂતિ સમયે વધુ જોખમ ન થાય તે માટે તેમને મોડાસાની હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી હતી, જે અંતર્ગત ૧૦૮ નો સંપર્ક કરતાં બાયડ ૧૦૮ ઝડપથી દર્દી ફિરોજાબીબી સુધી પહોંચી હતી અને તાત્કાલિક તેમને લઈને મોડાસા હોસ્પિટલ જવા માટે રવાના થાય થયા હતા,પરંતુ મોડાસા પહોંચતા પહેલા જ રસ્તામાં પ્રસૂતિની પીડા વધી જતાં ૧૦૮ એમ્બુલન્સને રસ્તામાંજ સાઇડ પર કરીને એમ્બ્યુલન્સના ફરજ પરના ઇ.એમ.ટી અધિકારીશ્રી રવિ સોલંકી અને પાયલોટ કરણ કુમારની સુજબૂઝથી સમય સૂચકતા જાળવી રાખી પીડિત દર્દી ફિરોજાબીબીની એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. ત્યારબાદ ફિરોજાબીબીને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here