જૂનાગઢ માંગનાથ રોડનાં વેપારીઓનો રસ્તો તોડવા બાબતે ઉગ્ર વિરોધ

0
33જૂનાગઢ : શહેરના માંગનાથ રોડ થોડા સમય પહેલા જ સિમેન્ટ કોન્ક્રીટથી રોડ બનાવવામાં આવ્યો હતો, અને હાલ વરસાદી માહોલ હોય, તે દરમ્યાન ખાનગી કંપની દ્વારા ભૂગર્ભમાં કેબલ નાખવા માટે સિમેન્ટ રોડ રાત્રે તોડવામાં આવતા માંગનાથ વેપારી એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે માંગનાથ વેપારી એસોસિએશનનાં પ્રમુખ ભુપતભાઈ તન્ના તેમજ ઉપપ્રમુખ હિતેષભાઈ સંઘવી દ્વારા જણાવામાં આવ્યું હતું, કે નવો રસ્તો તોડ્યા બાદ રીપેરીંગ કરવામાં ન આવતું હોય જે બાબતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

તેમજ હાલમાં જ કોરોના વૈશ્વિક મહામારીમાં અનલોક બાદ વેપારીઓ માંડ માંડ વેપાર માટે રાગે ચડ્યા છે, ત્યાં આ નવી દુવિધા આવતા વેપારીઓમાં નારાજગીનો માહોલ સર્જાયો હતો.

અહેવાલ : ભરત બોરીચા

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here