ત્રિદ્વીપ ટુરિઝમ હોટસ્પોટ પ્રોજેક્ટ હોંશે હોંશે જાહેર પરંતુ…અમલ અને જાળવણી થશે???

0
28
ત્રિદ્વીપ ટુરિઝમ હોટસ્પોટ પ્રોજેક્ટ હોંશે હોંશે જાહેર પરંતુ…અમલ અને જાળવણી થશે???

કર્ણ સુખ આપવાની શાસકપક્ષની આગવી ઢબ વારંવાર છલકે છે જે હવે છતુ થયુ જ છે

 

જામનગર

ભરત ભોગાયતા

ગુજરાત સરકારે ટાપુઓના વિકાસ માટે એક આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરી છે, જેની ચોથી બેઠકમાં ગુજરાતના ત્રણ ટાપુઓને વધુ વિકસાવીને તેને ટુરિઝમ હોટસ્પોટ બનાવવાનું નક્કી કરાયું છે. એડવેન્ચર સ્પોટર્સ તથા નેચર રિલેટડ એક્ટિવિટીઝ એટલે કે, દરિયાઈ સાહસની પ્રવૃત્તિઓ તથા રમત-ગમત, બોટીંગ, ડાઈવીંગ, સ્વીમીંગ તેમજ પ્રાકૃતિક દરિયાઈ સૌંદર્ય – જીવસૃષ્ટિ તથા દરિયાઈ માહોલની મોજ માણવાની તકો – સુવિધાઓનો આ પ્રોજેક્ટસમાં સમાવેશ કરીને ત્રિદ્વીપ ટુરિઝમ હોટસ્પોટની આ યોજનાઓ બહુહેતુક પણ પુરવાર થઈ શકે છે. ભગવાન દ્વારાકાધીશના નિવાસસ્થાન તરીકે જાણીતા બેટ-દ્વારકા, પિરોટન ટાપુ અને શિયાળ બેટને પર્યટન હોટસ્પોટ એટલે કે ટુરીઝમ હોટસ્પોટ તરીકે વિકસાવવાને રાજય સરકારનો નિર્ણય કેટલો ઝડપી અમલી બને છે, તેના પર બધો મદાર રહેવાનો છે.

અહેવાલો મુજબ આ ત્રણેય ટાપુઓને વિવિધાસભર પ્રવૃત્તિઓથી ધમધમતા કરીને તેને દેશ-વિદેશના તમામ પ્રકારના પ્રવાસીઓ તથા યાત્રાળુઓના આકર્ષણનું કેન્દ્ર બનાવાશે. આ ત્રણેય ટાપુઓના વિવિધલક્ષી વિકાસ માટે ૪૭ પ્રોજેક્ટસ બનાવાયા છે. શિયાળ બેટ માટે સૌથી વધુ ર૦ પ્રોજેક્ટસ મંજૂર થયા છે. પિરોટન ટાપુ માટે ૧ર અને બેટ-દ્વારકા માટે ૧પ પ્રોજેક્ટસ વિકસાવવાનું આયોજન કરાયું છે. એવું કહેવાય છે કે, આ અંગેની બ્લ્યુ પ્રિન્ટ તો ત્રીજી બેઠકમાં જ તૈયાર થઈ ગઈ હતી. ચોથી બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરીને બેટ-દ્વારકાનો ડિટેઈલ્ડ રિપોર્ટ એટલે કે, વિગતવાર આયોજનને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

રિપોર્ટ મુજબ બેટ-દ્વારકામાં વોટર સ્પોર્ટસ, મરિન ઈન્ટરપ્રિટેશન સેન્ટર, ઈકો ટુરિઝમ, ડોલ્ફીન દર્શન, બિચફ્રન્ટ ડેવલપમેન્ટ વિગેરે પ્રોજેક્ટો અને સંલગ્ન માળખાકીય સુવિધાઓ માટે રૃપિયા ત્રિસેક કરોડનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરીને ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર કરી દેવાયો છે.

તેવી જ રીતે શિયાળ બેટમાં રૃા. ૩પ કરોડના કામો તથા પર્યટન ટાપુમાં ૧ર કામોની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે. આ કામો ઝડપી અને પારદર્શક રીતે થશે તો ફળદાયી પુરવાર થશે, અન્યથા ભૂતકાળમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દ્વારકામાં રાવળા તળાવ ડેવલપમેન્ટનું લોકાર્પણ કર્યા પછી પણ તેની થયેલી દુર્દશા જેવી હાલત આ પ્રોજેક્ટસની પણ થઈ શકે છે, તે ભૂલવા જેવું નથી.

દેશમાં ગુજરાતને લાંબો દરિયા કિનારો મળ્યો છે, પરંતુ ૧૬૦૦ કિ.મી. જેટલા લાંબા દરિયા કાંઠે વસવાટ કરતા લોકોની હાલત દિવસે-દિવસે બગડતી જાય છે, આ દુર્ગમ વિસ્તારોમાં બેરોજગારીની વિકટ સમસ્યાને કાઉન્ટર કરવા માટે રાજય સરકારે પ્રવાસન, મત્સ્યોદ્યોગ, દરિયાકાંઠાના ઉદ્યોગો તથા મીઠાના અગરો વિગેરે તમામ ક્ષેત્રે ધ્યાન આપવાની જરૃર છે. માાછીમારોના મુદ્દે તો રાજય સરકારના જ એક મંત્રી ઉંચાતીયા થવા લાગ્યા છે. ભલે પરસોત્તમભાઈની આ હિલચાલના ઈરાદા ચૂંટણીપૂર્વેની પ્રિ-ઈલેકશન એક્ટિવિટી દ્વારા ચૂંટણીલક્ષી “વજન” ઊભું કરવાની હોય, પરંતુ તેમણે જે મુદ્દા ઉઠાવ્યા છે, તેમાં “પોઈન્ટ” છે, તે પણ રૃપાણી સરકારે સમજવું પડશે. પ્રિ-ઈલેકશન પ્રિપરેશનના ભાગરૃપે જો આ ત્રિદ્વીપ ટુરિઝમ હોટસ્પોટની જાહેરાત કરીને “પરસોત્તમભાઈ ફેઈમ” ઉદૃેશ્ય સરકાર ધરાવતી હશે તો પરિણામો તેવા જ આવશે જો આ જાહેર થયેલા પ્રોજેકટો પૈકી મોટાભાગના ચૂંટણી પહેલા શરૃ થઈ ગયા હશે, તો તેનો રાજકીય લાભ પણ મળી શકે છે. એક વાત નોંધી લેવા જેવી છે કે, હવે માત્ર મોટી મોટી ડંફાસો હાંકયે રાખવાથી કે મોટી જાહેરાતો કરવાથી પ્રજા દોરવાઈ જવાની નથી, તે પં.બંગાળની જનતાએ બતાવી દીધું છે. તેવી જ રીતે સારું કામ થતું હોય તો આ પબ્લિક રાજ્યની વિધાનસભા અને લોકસભા માટે અલગ-અલગ રાજકીય પક્ષોને પસંદ કરે છે, તે પણ દિલ્હી અને ઓડિસા જેવા રાજ્યોમાં પુરવાર થયું છે, તેમ બી કેરફૂલ રૃપાણીજી…..

ત્રણ બેટના વિકાસની આ યોજનાઓ તો આવકારદાયક છે, પરંતુ તેના કામો ઝડપી અને ગુણવત્તા-સભર બને, આ પ્રકારના પ્રોજેકટોમાં અને પ્રવૃત્તિઓમાં બેટદ્વારકા સહિતના સ્થળો સ્થાપિત હિતો અને યાત્રાળુઓ-મુલાકાતીઓને ખંખેરી લઈને માલેતુજાર થઈ જવાના સ્વપનો જોતા લેભાગુઓ પ્રવેશી ન જાય, તેનું ધ્યાન પણ રાખવું પડશે. આમ પણ આ પ્રોજેકટોનો આધાર પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ અને ત્રીજી લ્હેર પર રહેવાનો છે, તેની પ્રિ-ઈલેકશન એકિટવિટીની મુરાદ હોય, તો તે મનમાં જ રહી જાય, તેવું પણ બની શકે છે, એકંદરે ત્રિદ્વીપ ડેવલપમેન્ટ પાછળ ઈરાદાઓ શુદ્ધ હશે, તો તેને લોકો જરૃર વધાવશે…

તાજેતરમાં હાલાર પર વર્ષ-૨૦૨૧ માં ચોતરફથી હેત વરસી રહ્યું છે, તે પણ હકીકત છે. રાજ્ય સરકારે ત્રણ ટાપુઓના ડેવલપમેન્ટની આ યોજના જાહેર કરી, અને તે પહેલા રિલાયન્સેે પણ જામનગર (એટલે કે હાલાર)માં કલીન એનર્જી-સોલાર એનર્જી પ્રોજેકટ માટે રૃા. ૬૦ હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ બન્ને જાહેરાતો દરિયાકાંઠાના વ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here