જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રેવન્યુ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

0
22
જૂનાગઢ : જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને રેવન્યુ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે રેવન્યુ સબંધિ પેન્ડીંગ કામગીરી એક સપ્તાહમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

બેઠકમાં બાકી નોંધો, તકરારી નોંધો, નોંધ સ્કેન કરી અપલોડ કરવી, ૧૩૫-ડી જનરેશન સહિતની સમીક્ષા કરી આ કામગીરી નિયમ અનુસાર સમય મર્યાદામાં પૂર્ણ કરવા સાથે નોંધોમાં ચોક્કસાઇ રાખવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

નાયબ કલેક્ટરશ્રી અને મામતદારશ્રીની પ્રવાસ નોંધ, કાચી એન્ટ્રી લોક બાકી નોંધ, પેટ્રોલીયમ સ્ટોરેજ, હથિયાર લાયસન્સના અહેવાલો મુદત હરોળમાં મોકલી આપવા તેમજ રેવન્યુ રીકવરી સર્ટીફિકેટની વસુલાતની સમીક્ષા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી હતી.

મહેસુલ કચેરીના તપાસણીના બાકી પારા, વિવિધ કાયદા તળેના કેસો પૈકી છ માસ ઉપરના કેસોનો નિકાલ, સરકારી બાકી લેણાની વસુલાત, સીએમ ડેશ બોર્ડ તથા ડીઝીટલ ગુજરાતની અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં નિવાસી કલેક્ટરશ્રી ડી.કે.બારીઆ, આસીસ્ટન્ટ કલેક્ટરશ્રી અંકિત પન્નુ, વંથલી પ્રાત શ્રીગોવાણી, વિસાવદર પ્રાત શ્રીવાળા, કેશોદ પ્રાત સુશ્રી સરવૈયા સહિત તમામ મામલતદારશ્રીઓ, શાખા અધિકારીઓએ તેમની કામગીરીની વિગતો આપી હતી.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here