દાહોદ ના ઇન્દોર નેશનલ હાઇવે પર બોલેરો પિકપ ગાડી અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો

0
37







રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ તાલુકાના ઇન્દોર નેશનલ હાઇવે પર રાત્રીના સમયે એક પીકઅપ ફોરવીલર ગાડી અને એમ્બ્યુલન્સ આગળ પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલા માર્ગ એમ્બ્યુલન્સમાં સવાર એક દર્દીને તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો હતો જ્યારે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી હતો. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાતની જાનહાની થવા પામી ન હતી.

આજરોજ રાત્રીના 10 વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાંથી પસાર થઇ રહેલ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પરથી એક પીકઅપ ફોરવીલર ગાડી પસાર થઇ રહી હતી અને જાણવા મળ્યા અનુસાર, આ ગાડી પુરપાટ દોડતી હતી તે સમયે હાઈવે પર કાટા નજીક સ્પીડ બ્રેકરના રસ્તા પર આગળ જતી પીકઅપ ફોરવીલર ગાડીના ચાલકે પોતાના કબજાના પીકઅપ ફોરવીલર ગાડીનો અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ એમ્બ્યુલન્સ આ પીકઅપ ફોરવીલર ગાડીની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ માર્ગ અકસ્માતમાં એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જાણવા મળ્યા અનુસાર, એમ્બ્યુલન્સમાં એક દર્દી વેન્ટીલેટર પર હતો અને તેને અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવતો હતો તે સમયે આ માર્ગ અકસ્માત સર્જાયો છે. માર્ગ અકસ્માત સર્જાતાની સાથે એમ્બ્યુલન્સમાં સવાર દર્દીને અન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવી હતી અને તેને અન્ય એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. ઘટનાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને થોડા સમય માટે એક તરફનો હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી પરંતુ થોડા સમય બાદ ફરીથી હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ આ માર્ગ અકસ્માતને પગલે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો પરંતુ સદ્નસીબે કોઇ જાનહાનિ ન થતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here