જામનગર ના ધ્રોલમા વેપારીને માસ્ક મુદે ઢોર માર મારવાના પ્રકરણમા બે પોલીસમેન સામે પગલા

0
42
  1. જામનગર જિલ્લાના ધ્રોલમા વેપારીને માસ્ક મુદે ઢોર માર મારવાના પ્રકરણમા બે પોલીસમેન ની તાત્કાલીક અસરથી બદલી

 

સોમવારે બજારો બંધ રહી અને અત્યાચાર મામલે સમગ્ર મામલો થાળે પાડવા તંત્ર ની કાર્યવાહી

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

જામનગર જીલ્લાના ધ્રોલમાં માસ્કના દંડ મુદ્દે એક કોમ્પ્લેક્ષમાં છેક બીજા માળે પહોચી અને એક વ્યક્તિને ઢોરમાર મારવાનું પ્રકરણ બન્યા બાદ અન્ય વેપારીઓ પણ બે પોલીસકર્મી દ્વારા વારંવાર કરવામાં આવતી કનડગતને મામલે મેદાને આવ્યા હતા અને શનિવાર અને રવિવાર આ મામલો ધ્રોલમાં ભારે ગરમાગરમી રહી હતી, અને મામલો છેક ગાંધીનગર સુધી પહોચતા આ બન્ને પોલીસકર્મીઓ સામે ભોગ બનનારની ફરિયાદ તો સામે ભોગ બનનાર વિરુદ્ધ એમ સામસામી ફરિયાદ પણ નોંધાઈ હતી, જે બાદ આજે આ સમગ્ર બનાવની ગંભીરતાને જોતા જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રન દ્વારા વિવાદમાં આવેલ અને જેના પર ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી તે બન્ને પોલીસકર્મીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં મહિપતસિંહ સોલંકીને જામજોધપુર જયારે નીલેશ ભીમાણીને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મૂકી દેવામાં આવ્યા છે.

ધ્રોલ પોલીસ મથકના બે પોલીસકર્મીઓ દ્વારા માસ્ક મામલે છેલ્લા કેટલાક સમયથી રીતસરની દાદાગીરી અને જોહુકમી શરુ કરવામાં આવી હતી, અને તેનાથી કેટલાય વેપારીમાં કેટલાય સમયથી રોષ ભભૂકતો હતો તે રોષ ગઈકાલે ત્યારે જોવા મળ્યો જયારે એક કોમ્પ્લેક્ષના છેક બીજા માળે આવેલી દુકાનમાં આ બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે આંગડિયા પેઢીમાં બેસેલ એક વ્યક્તિ સાથે માથાકૂટ કરી એક વ્યક્તિને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ધ્રોલના ગાંધી ચોકમાં આંગડિયાની પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા નામના વ્યક્તિ બીજા માળે ઓફિસે બેઠા હતા, ધ્રોલ પોલીસ મથકના બે કર્મચારીઓ મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આ ઓફિસમાં ઘુસી આવ્યા અને માસ્ક બાબતે માથાકૂટ કરતા વેપારીએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર માર્યો હતો, જેનાથી વેપારીની આંખ માંડ બચી હતી અને હાલ તેની રાજકોટ ખાતે સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે,

અંતે આ મામલો થાળે પાડવા અને વેપારીઓનો રોષ વધુ ઉગ્ર ના બને તે માટે મોડી રાત્રે ધ્રોલ પોલીસ મથકના એ બે પોલીસકર્મીઓ જેની વારંવારની વેપારીઓમાં ફરિયાદ ઉઠી હતી તે મહિપતસિંહ અને નીલેશ ભીમાણી વિરુદ્ધ વેપારી દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદ લેવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે તે ઓફિસમાં બેસેલા હતા ત્યારે મહિપતસિંહ નામના પોલીસકર્મીએ આવી માસ્ક કેમ પહેરેલ નથી તેમ કહી ગેરવર્તન કરી ગાળો બોલી અને બીજા પોલીસકર્મી નીલેશ ભીમાણીએ પણ માર મારી પોલીસ સ્ટેશન લઇ જઈ ત્યાં પણ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતિ ત્યારબાદ આરોપીત બેય પોલીસમેન ની બદલી કરાઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here