દાહોદ તાલુકાના રળિયાતી ગામે ધાબા પર કારીગરનું કામ કરી રહ્યો હતો તે સમયે ઈલેક્ટ્રીક વાયરને અકસ્માતે પડી જતા તેનું મોત નિપજ્યુ

0
34રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ તાલુકાના રળિયાતી ગામે ધાબા પર કારીગરનું કામ કરી રહ્યો હતો તે સમયે ઈલેક્ટ્રીક વાયરને અકસ્માતે પડી જતા તેનું મોત નિપજ્યાનું જાણવા મળે છે.

ગત તારીખ 27મી જૂનના રોજ સાંજના ચારેક વાગ્યા આસપાસ દાહોદ તાલુકાના ગામે સાંગા ફળિયામાં રહેતા 22 વર્ષીય અરવિંદભાઈ સુરપાલભાઈ બારીયા એક મકાનના ધાબા પર કારીગર નું કામ કરી રહ્યો હતો તે સમયે ધાબા પરથી પસાર થઇ રહેલ ચાલુ વીજવાયરને અકસ્માતે પડી જતા અરવિંદભાઈ ને સખત કરંટ લાગ્યો હતો અને તેઓને તાત્કાલિક પરિવારજનો દ્વારા નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં અરવિંદભાઈ નો સારવાર દરમિયાન મોત નીપજતાં આ સંબંધે રળીયાતી સાંગા ફળિયામાં રહેતા મનહરભાઈ સૂરપાલભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here