‘આપ’ના વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટરોની ધરપકડ

0
90‘આપ’ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે

સુરત પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેથી આપના કાર્પોરેટરો દ્વારા ભાજપ સરકાર ચોરના નારા લગાવ્યા હતા. પાંચ જેટલા કોર્પોરેટરને સામાન્ય સભા ખંડની બહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

 

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર ગુનો પોલીસે દાખલ કર્યા બાદ આજે પોલીસે તમામની ધરપકડ કરી હતી. સામાન્ય સભામાં પ્રવેશતા જ ગેટ પર જ પોલીસે કોર્પોરેટરને પકડી લઈને પોલીસે ધરપકડ કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here