પોરબંદર તાલુકાના ભડ ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

0
29પોરબંદર
રિપોર્ટર :- હાર્દિક જોષી

*રક્તદાન મહાદાન રક્તદાનશ્રેષ્ઠદાન*

હાલમાં આ મહામારીના સમયમાં લોહીની ખાસ અછત જોવા મળે છે. ત્યારે ભાવસિંહજી હોસ્પિટલના સહયોગથી આજ રોજ પોરબંદર તાલુકાના ભડ ગામે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલિપભાઈ મોઢવાડિયા, પોરબંદર તાલુકા પંચાયત સદસ્ય રામભાઈ મોકરીયા તથા ભડ શાળા પરિવાર તેમજ ભડ ગામ તથા આસપાસના ગામના સેવાભાવી યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને આ રક્તદાન કાર્યક્રમ ને સફળ બનાવેલ છે.આ રક્તદાન કેમ્પમાં આશરે ૩૦ થી ૩૫ જેટલી બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રો વડીલો અને યુવાનોનો આયોજકો દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તથા આ ભગીરથ કાર્યમાં સહકાર આપનાર તમામ મિત્રો, વડીલોનો આયોજકો દ્વારા હ્દયથી આભાર વ્યક્ત કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here