ધો. 10ના પરીણામની તારીખમાં ફેરફાર

0
40







કોરોના કાળમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા મોકૂફ રહી છે. ત્યારે હવે 3જી જુલાઈ સુધીમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની પરીક્ષા વિભાગે તૈયારી કરી લીધી છે. માર્કશીટને લગતી તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. અગાઉ જૂનના અંતિમ સપ્તાહમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ માર્કશીટમાં વિલંબ આવતા પરીણામની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ધોરણ 10ના પરિણામ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. જો કે, હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની સત્તાવાર તારીખ નક્કી નથી કરાઈ.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here