દીપિકા કુમારી બની ગઈ વર્લ્ડની નંબર વન તિરંદાજ

0
74







ભારતની સ્ટાર મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલ તીરંદાજી વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપ સ્ટેજ-3માં રિકર્વ વ્યક્તિગત કેટેગરીમાં 6-0થી જીતી ગોલ્ડ મેડલની પોતાની હેટ્રિક પૂર્ણ કરી હતી. આ જીત સાથે દીપિકા વિશ્વની નંબર-1 મહિલા તીરંદાજ બની ગઈ છે. દીપિકા કુમારીએ બીજી વખત તીરંદાજીમાં આ સિદ્ધી મેળવી છે.

રાંચીની 27 વર્ષીય તીરંદાજ દીપિકા કુમારી અગાઉ 2012માં પણ વિશ્વમાં નંબર-1 તીરંદાજ રહી ચૂકી છે. રવિવારે દીપિકાએ વ્યક્તિગત અને મિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. દીપિકા કુમારીએ અગાઉ અંકિતા ભકત અને કોમાલિકા બારી સાથે મળી મહિલા રિકર્વ ટીમ સ્પર્ધામાં મેક્સિકોને સરળતાથી હરાવી ગોલ્ડ જીત્યો હતો.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here