દરેક ગામને અલગ ગ્રામપંચાયત ની માંગ સાથે આમું સંગઠન દ્વારા રાજપીપળા કલેકટર કચેરી સામે ધરણા

0
49દરેક ગામને અલગ ગ્રામપંચાયત ની માંગ સાથે આમું સંગઠન દ્વારા રાજપીપળા કલેકટર કચેરી સામે ધરણા

ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા પણ ધરણા પ્રદર્શન માં જોડાયા : બંધારણીય હકો માટે સુપ્રીમ કૉર્ટ શુધી જઈશું

પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી મોરજળી ગ્રુપ ગ્રામપંચાયત ને ગિનિસ બુક અને લિમકા બુક માં સ્થાન આપવો : મહેશ વસાવા (આમું સંગઠન પ્રમુખ)

રાજપીપળા : જુનેદ ખત્રી

આમુ સંગઠન નર્મદા દ્વારા દરેક ગામને અલગ ગ્રામ પંચાયત મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે.આ માટે આમું સંગઠન ઘણા વર્ષોથી લડત ચલાવી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાતા આમું સંગઠન દ્વારા આજે રાજપીપળા કલેકટર કચેરીની સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે આ ધરણા પ્રદર્શન માં આમું સંગઠન પ્રમુખ મહેશભાઈ વસાવા, ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ ભાઈ વસાવા સહિત આદિવાસી આગેવાનો તેમજ અલગ ગ્રામપંચાયત ની માંગ કરતા ગ્રામજનો જોડાયા હતા

આમું સંગઠન પ્રમુખ મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે ઘણા સમયથી ગ્રુપ ગ્રામ પંચાયતોનો વિરોધ કરી સરકાર પાસે દરેક ગામને અલગ ગ્રામ પંચાયત મળે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા ખોટી નીતિ અપનાવી આદિવાસીઓ સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે અમે પાંચ દિવસ ધરણાનો કાર્યક્રમ કરીશું જેમાં અલગ-અલગ તાલુકાઓના હોદ્દેદારો નેતૃત્વ કરશે જો અમારી માંગ નહીં સંતોષાય તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શું તેમ તેઓએ જણાવ્યું હતું ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે મોરજડી ગ્રામ ગ્રામ પંચાયતમાં 16 ગામોનો સમાવેશ થાય છે જેમાં કેટલાક ગામો થી ગ્રામ પંચાયત કચેરી 30 કિલોમીટર જેટલું અંતર ધરાવે છે તો તેઓએ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી રૂપાણી ને સંબોધતા હતું કે તમે જો અલગ ગ્રામ પંચાયત ન આપો તો આવી ગ્રુપ ગ્રામ પંચાયતોને ગિનેસ બૂકમાં અથવા લિમ્કા બુક માં સ્થાન અપાવો તેમ ટોણો માર્યો હતો અલગ ગ્રામપંચાયત ન હોવાને કારણે ગામો વિકાસથી વંચિત રાહીજાય છે અને પંચાયત ના કામ માટે લોકોએ 20 થી 30 કી. મી. ધર્મ ના ધક્કા ખાવાનો વારો આવે છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here