હાલોલ:ગોધરા એલસીબી પોલીસે કચ્છ જીલ્લામાથી ચોરાયેલી બાઈક સાથે મધવાસના ઈસમને દબોચ્યો.

0
33પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે ચોરાયેલી બાઈક સાથે બાઇક ચોરને ગોધરા એલસીબી પોલીસે હાલોલ નજીક નવજીવન હોટલ પાસેથી ઝડપી પાડી બાઈક ચોરીનો ભેદ ઉકેલયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલસીબી પોલીસના પી.આઈ ડી એન ચુડાસમા ને બાતમી મળી હતી કે હાલોલ બસ સ્ટેન્ડ તરફથી નંબર પ્લેટ વગરની એક બાઈક ને લઇ એક ઈસમ ગોધરા રોડ તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ વોચમાં હતી. દરમિયાન એક બાઇક ચાલક નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવી પોહચતા પોલીસે તેને રોકી તે પૂછપરછ કરતા તેનું નામ રાજેન્દ્ર ઉર્ફે વિજય ભીખુ ભાઈ રાઠોડ રહે. મધવાસ. તાલુકો કાલોલ નાઓ નું જણાવ્યું હતું. પોલીસે તેના કબજા ની બાઈક વિશે પૂછપરછ કરતા બાઈક ના કાગળ તેમજ માલિક વિશે પૂછપરછ કરતા તે રજુ કરી શક્યો ન હતો. જેથી પોલીસે બાઈક ની ચેસીસ નંબર, એન્જિન નંબર વગેરેના આધારે તપાસ કરતા આ બાઈક કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે રહેતા કુણાલભાઈ પ્રભુલાલ ઠક્કરનાઓ નું હોવાનું  માલુમ પડ્યું હતું. આ બાઇકના માલિકે પોતાના ઘરના આંગણામાં  પાર્ક કરેલી બાઇક ની ચોરી થઇ હોવાનું ભચાઉ પોલીસ મથકે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. ગોધરા એલસીબી પોલીસે કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે ચોરાયેલી બાઈકને ભેદ ઉકેલાયો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here