હળવદ રોટરી એમ્બ્યુલન્સનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

0
42







વિશાલ જયસ્વાલ હળવદ

જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા મોરબી જિલ્લા તેમજ દાતાના વરદ હસ્તે રોટરી એમ્બ્યુલન્સની રીબીન કાપવામાં આવી હતી.

રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત આ એરકન્ડિશન્ડ એમ્બ્યુલન્સમાં ફ્લોમીટર સાથે ની ઓક્સિઝન સુવિધા, મોંનીટરિંગ પ્લગ, ફોલ્ડિંગ સ્ટ્રેચર, પંખા, ફાયર બોટલ, બોટલ સ્ટેન્ડ, ઇન્વેટર વગેરે આધુનિક સુવિધાઓ સાથે ની આ એમ્બ્યુલન્સ નહિ નફો નહિ નુકશાન ના ધોરણે હળવદ તાલુકાના કોઈપણ દર્દીઓ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે 24 કલાક સેવા માટે ટુંકજ સમયમાં આર.ટી.ઓ પ્રક્રિયાની પૂર્ણતા બાદ શરૂ કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ નું ડોનેશન શ્રીમતી દક્ષાબેન મધુસુદનભાઈ મહેતા મૂળ ગામ હળવદ હાલ અમદાવાદ વાળા તરફથી આપવામાં આવ્યું હતું.

શરણેશ્વર મહાદેવ મંદિરે ખાતે યોજાયેલ આ કાર્યકમ માં ડી.જી.પી. વિજયભાઈ જાની, પી.આઈ.દેકાવાડિયા, હળવદ
પી.આઈ. પટેલ, મોરબી બી. ડિવિઝન પી.આઈ આલ , એસ.ઓ.જી. પી.એસ.આઈ. ડાભી, એલ.સી.બી. મોરબી
પી.એસ.આઈ. પનારા , પી.એસ.આઈ. રામાનુજ વગેરે મોરબી જિલ્લાનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. શરણેશ્વર મન્દિર પ્રમુખ નવલભાઈ શુક્લ અને આમંત્રિત મહેમાનો, દાતા ના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here