રાજપારડી જીએમડીસી ફાટકથી પડવાનીયાના માર્ગની અધુરી કામગીરીથી હાલાકિ

0
59રાજપારડી જીએમડીસી ફાટકથી પડવાનીયાના માર્ગની અધુરી કામગીરીથી હાલાકિ

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેકટ વર્ષોથી કાર્યરત છે. રાજપારડી ગામની આજુબાજુના ગામો માટે રાજપારડી ધંધાકીય મથક છે.લિગ્નાઇટ તેમજ સિલિકા વહન કરતા વાહનો જીએમડીસી કોલોની પાસેથી પસાર થતા માર્ગેથી પસાર થાય છે.રાજપારડીની જીએમડીસી ફાટકથી આમોદ આમલઝર પડવાનીયા જેવા ગામોએ જવાના રોડનું કામ પાસ થઇ ગયેલ છે.કામ શરુ થયા બાદ ૪૦૦ મીટર જેટલું કોંક્રીટ કામ થયુ છે.બાકીના રોડની કામગીરી અધુરી મુકી દેવાતા આ સાત કિ.મી.ના રસ્તાની આજુબાજુ આવેલ અંદરના ગામોની જનતા તેમજ આ રોડનો ઉપયોગ કરતા વાહનો માટે સમસ્યા સર્જાવા પામી છે.રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે.ચોમાસુ શરુ થયુ છે ત્યારે માર્ગની હાલત વધુ બદતર બનવાની સંભાવના રહેલી છે.ત્યારે માર્ગની અધુરી કામગીરી તાકીદે શરુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.રાજપારડી ચોકડી નજીક જીએમડીસી ફાટક પાસે આ માર્ગ સ્ટેટ હાઇવે સાથે જોડાય છે.રાજપારડી જીએમડીસી વિસ્તાર માટે મહત્વના આ માર્ગની કામગીરી તાત્કાલિક શરુ કરવાની જરુર છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here