હળવદ તાલુકા મયુરનગર ગામે વધુ ૭૦ લોકો આપ મા જોડાયા

0
45







વિશાલ જયસ્વાલ હળવદ

“આપ” મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે બેઠક યોજાઇ હતી જેમાં મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી માંથી યોગેશ ભાઈ રંગપરીયા હાજર હતા બેઠક મા સંગઠન ને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પ્રદેશ ટીમ ની મોરબી મુલાકાત લઈને ચર્ચા થઈ હતી ત્યાર બાદ મોટી સંખ્યામાં 70 થી વધારે યુવાનો વડીલો માતાઓ બહેનો આપ મા જોડાયા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022 માં યોજવાની છે તેમાં આમ આદમી પાર્ટીના તમામ સીટો પર ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વખતે કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મોરબી જિલ્લા તેમજ હળવદ તાલુકા ની અંદર આમ આદમી પાર્ટી આગેવાનો નવા કાર્યકર્તાઓને આપમાં જોડીને પાર્ટી મોટી કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા ના હળવદ તાલુકાના મયુરનગર ગામે 70 જેટલાં કાયકર્તા ઓ ભાજપ અને કોંગ્રેસ થી કંટાળી ને આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો આ કાર્યક્રમમાં હળવદ તાલુકા ના આમ આદમી પાર્ટી હળવદ ની ટીમ માંથી વિપુલ રબારી, હિતેશ વરમોરા, દિપ પારેજીયા, હિતેશ મકવાણા ,ચંદુભાઈ મોરી સહિત ના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા અને વધુ મા વિપુલ રબારી એ જણાવેલ કે દેશમાં કોરોના વાયરસે તરખાટ મચાવ્યો જેમાં લોકોને બેસહારા રહેવું પડ્યું હતું અને નેતાઓ મિસ્ટર ઈન્ડિયા ની જેમ અદ્રશ્ય થઇ ગયા હતા તેમજ પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓમાં મોંઘવારી નો માર અને બેફામ વધેલા ભષ્ટાચાર ગેરરીતિથી કંટાળી ગયેલા લોકો હવે પ્રમાણિક ગણાતી આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે અને હજુ વધુ લોકો આપ મા હળવદ મા જોડાશે

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here