રાજ્યમાં અપૂરતા સ્ટોકથી વેક્સિનેશન ‘મહાઅભિયાન’ નું સુરસુરિયું

0
55રાજ્ય સરકાર ભલે તમામ લોકોને રસી મળી રહી હોવાનો દાવો કરી રહી છે પરંતુ તેની વાસ્તવિકતા કંઇક અલગ જ છે.

અમદાવાદ શહેરમાં નાગરિકોને રસી મળતી નથી. શહેરના મેમનગરમાં આવેલી સાર્વજનિક શાળામાં રસી લેવા આવનારા લોકોને વીલા મોઢે પરત ફરવું પડ્યું છે. જેથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.અમદાવાદમાં કેટલાંક સ્થળોએ વેક્સિનેશન સેન્ટર બંધ છે જેથી જે સ્થળે વેક્સિનેશન સેન્ટર શરૂ છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે. પંડિત દિનદયાળ હોલ ખાતે વેક્સિન સેન્ટર ખાતે લાંબી લાઈન જોવા મળી હતી અને રસી લેવા આવનારા લોકોએ કલાકો સુધી ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. રજીસ્ટ્રેશન હોવા છતાં પણ વેક્સિન ન મળતી હોવાની ફરિયાદો જોવા મળી હતી

સુરતમાં રસીકરણ કેન્દ્ર પર રસીના અપૂરતા ડોઝને લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે. ઉધનામાં આવેલા રસીકરણ કેન્દ્ર પર વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો રસીકરણ કેન્દ્ર પર રસી લેવા પહોંચ્યા હતાં. મર્યાદીત લોકોને રસી લેવા પ્રવેશ આપી અસંખ્ય લોકોને રસી લીધા વગર પરત મોકલી દેવામાં આવ્યા હતાં.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here