હળવદમાં આપ ને મજબૂત કરવા સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના સંગઠન મંત્રી અજીત લોખીલ ની મુલાકાત

0
54વિશાલ જયસ્વાલ હળવદ

સમગ્ર ગુજરાતમાં મિશન 2022 ની ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટી પોતાનો રાજકીય વ્યાપ વધારવા પ્રયાસ કરી રહી છે ત્યારે ગુજરાતના નામાંકિત લોકો આપ માં જોડાઈ રહ્યા છે જ્યારે સુરતના નામાંકિત ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે સુરતમાં આમ આદમી પાર્ટી મા જોડાયા તેમજ હળવદ તાલુકામાં આપને મજબૂત પકડ મેળવવા માટે સૌરાષ્ટ્ર પૂર્વ જોનના સંગઠન મંત્રી અજીતભાઈ હળવદ ની મુલાકાતે આવ્યા હતા

જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત આજરોજ આમ આદમી પાર્ટી હળવદ ખાતે સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ મુલાકાત લઇ મોરબી જિલ્લા મા થોડા દિવસમાં આપના નેતા ઈશુદાન ગઢવી તેમજ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા આવવાના હોય તેના સંદર્ભે આજે હળવદ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગની અંદર હળવદ તાલુકાની અંદર કોરોના મા મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હળવદ તાલુકા મહામંત્રી વિપુલ રબારી સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here