મોરબી અગ્રણીઓની સ્મૃતિ જળવાય તેમજ સ્વામિનારાયણ સર્કલ નામાભિધાન કરવા ધારાસભ્યની રજૂઆત

0
38મોરબીના સપૂતો સ્વ.શ્રી ગોકળદાસ પરમાર અને સ્વ.શ્રી પુનમચંદભાઈ કોટકની સ્મૃતિ અને કીર્તિમાનો મોરબી શહેર સાથે જાળવવા તેમજ સ્વામિનારાયણ સર્કલ નામાભિધાન કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વ્યક્ત કરેલ લાગણી

મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ સ્વ. શ્રી ગોકળદાસ પરમાર તથા
સ્વ. શ્રી પુનમચંદભાઈ કોટકના કીર્તિમાનો જાળવવા તેમજ સ્વામિનારાયણ સર્કલ નામાભિધાન કરવાની લાગણી વ્યક્ત કરતો એક પત્ર મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપ પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનને પાઠવ્યો છે. મોરબીના સેવાભાવી અગ્રણી સ્વ.શ્રી ગોકળદાસ પરમાર તેમજ સ્વ.શ્રી પુનમચંદભાઈ કોટકનું તાજેતરમાં નિધન થયેલ છે. આ બંને મહાનુભાવોએ પોત પોતાના ક્ષેત્રમાં સેવાની ભારે મોટી મૂડી ઊભી કરેલી. સ્વ.શ્રી ગોકળદાસ પરમાર મોરબીમાં ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહીને તેમજ હોનારત વખતે તેમનું લોકોને ઉપયોગી થવાનું પ્રદાન ઉલ્લેખનીય છે. આમ સમાજ માટે ખાદી પ્રવૃતિ, શિક્ષણ, સતવારા સમાજની ઉનન્તિ, દોશી અને ડાભી શૈક્ષણિક સંસ્થાઓ વિગેરેઓમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. તેજ રીતે સ્વ.શ્રી પુનમચંદભાઈ કોટકે પણ નગરપાલિકા, મોરબીને પ્રજાલક્ષી શાશન આપવા યોગદાન આપેલ છે. પ્રખર રાષ્ટ્રભક્ત તરીકે તેમણે મોરબીની અનેક સંસ્થાઓને કાર્યરત રાખવા પોતાનું આયખુખર્ચી નાખ્યું છે. આ બંને પ્રજા વત્સલ લોક સેવકોની સ્મૃતિ લોક હ્રદયના કાયમ જળવાઈ રહે તે હેતુથી મોરબી નગરપાલિકાની કોઈપણ જાહેર સુવિધાઓ જેવી કે કૉમ્યુનિટી હૉલ, લાઈબ્રેરી, મુખ્યમાર્ગો વિગેરે સાથે તેમના નામાભિધાનો થાય તે ઇચ્છનીય છે. સાથો સાથ કંડલા બાયપાસ પાસે આવેલ અમદાવાદ, વાંસણા સ્વામિનારાયણ મંદિર સંચાલિત નવા નિર્માણ પામી રહેલ મંદિર નજીકના સર્કલને પણ ભગવાન શ્રીસ્વામિનારાયણ સર્કલ નામાભિધાન થાય તેવી પણ વધુમાં લાગણી વ્યક્ત કરી છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પંથકના સ્વામિનારાયણ હરિભક્તો અને સત્સંગ પ્રેમીઓની લાગણીને વાચા આપી છે. તેમજ લોક હ્રદયમાં વસેલા સ્વ.શ્રી ગોકળદાસ પરમાર અને સ્વ.શ્રી પુનમચંદભાઈ કોટકના કીર્તિમાન સ્થપાય તે જોવા પણ આગ્રહ સેવ્યો છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here