મોરબી ફિઝીયોકેર ફીઝીયોથેરેપી અને રીહેબ ને એક વર્ષ પૂર્ણ: બીજા મંગલમાં પ્રવેશ થતા કેક કાપી ઉજવણી કરાઇ

0
51
(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબીના જીઆઇડીસી રોડ પર આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટરના બીજા માળે ચાલતું ફિઝીયોકેર-ફીઝીયોથેરેપી અને રીહેબ ને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે કેક કાપીને ઊજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં સૌપ્રથમ વાર મોઇકોવેવડાયાથર્મી અને લેસર જેવા આધુનિક મશીનો સાથે શરૂ કરાયેલ રાહતદરે ફિઝીયોથેરાપી ફીઝીયોકેરમાં ડો.કેશા અગ્રવાલ (MPT(Neuro.),BPT,MIAP) સેવા આપી રહ્યા છે. ફિઝીયોકેરમાં સાથટીકા, સાંધાના વા, ઘૂંટણમાં ઘસારા, ગાદી ખસવી, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુ:ખાવો, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, તમાકુ, ગુટકા તથા મોઢાના કેન્સરના ઓપરેશન પછી જકડાયેલ મોં, ફેક્ચર તથા સાંધાના બદલાવ્યા પછીની સારવાર, ફ્રોઝન શોલ્ડર, ટેનીસ/ગોલ્ફર એલ્બો પ્લાસ્ટર ફસાઇટીસ, લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટસ ઈજાઓ, ડિલીવરી પહેલા/પછીની તફલીકો જેવી સારવાર અને વિલચેર લિફ્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેથી દર્દીઓને સમસ્યા હોય તો રાહત મળી શકે. તેમજ કસરતનાં સાધનો CPM,ES વગેરે ભાડેથી આપવામાં આવે છે.હોમ વિઝિટ ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ત્યારે 23 જુન 2020 માં શરૂ કરાયેલ રાહતદરે ફિઝીયોથેરાપી ફિઝીયોકેરનો 1500 થી વધુ મોરબીવાસીઓએ લાભ લીધો છે. હાલમાં રોજના 25 થી 30 દર્દીઓને સારામાં સારી તથા સંતોષકારક સારવાર અપાઈ રહી છે. અને ફિઝીયોકેરમાં બે ફિઝીયોથેરાપિસ્ટ અને એક અસ્સીસ્ટંટ છે જે દર્દીઓને વ્યવસ્થિત રીતે સારવાર મળે તે માટે મારી સાથે મદદ કરી રહ્યા છે. તેમ ડો.કેશા અગ્રવાલે જણાવ્યું હતું. વધુ માહિતી તથા અપપોઇન્ટમેંટ માટે મો. 81602 82456 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here