વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ. 

0
41
રમેશ મહેશ્વરી દ્વારા

નખત્રાણા કચ્છ :-નખત્રાણા પો.સ્ટે ના પો.ઇન્સ,બી.એમ.ચૌધરી નાઓ ના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટેના વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચંદ્રનગર ગામનો નવલસિંહ જામસિંહ સોઢા તથા નખત્રાણાના મફતનગર વીસ્તારમાં રહેતો અદ્રેમાન ઉર્ફે અબ્દુલ કાસમ કુંભાર જેઓ બન્ને સાથે મળીને નખત્રાણા તાલુકા વિસ્તાર માં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂ નો ધંધો કરે છે.

એ હાલે અમાન ઉર્ફે અબ્દુલ કાસમ કુંભાર પોતાના ઘરમાથી ઇંગ્લીશદારૂની પેટીઓ પોતાની વેનમાં ભરી બીજી જગ્યા પર ડિલેવરી આપવા જનાર છે જે બાતમી અન્વયે વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબ આરોપીઓ,અદ્રેમાન ઉર્ફ અબ્દુલ કાસમ કુંભાર (ઉ.વ .૩૪) રહે . મુળ – દેવીસર તા,નખત્રાણા હાલ રહે,મફતનગર,નખત્રાણા આરોપી નવલસિંહ જામસિંહ સોઢા રહે.ચંદ્રનગર,તા – નખત્રાણા વાળા આરોપી હાજર ન મળતાં તે આરોપીને પકડવાની તપાસ હાથ ધરી હતી.પકડાયેલા આરોપી પાસે થી ઝડપી પાડેલ મુદ્દામાલ,BLUE STROKE RESERAVE Whisky ની 750.ML ની શીલબંધ ઇગ્લીશ દારૂની બોટલ નંગ- ૭૨ કી.રૂ. ૨૫,૨૦૦,મારૂતી સુઝુકી કંપનીની વેન નંબર જી.જે.૧૨.પી .૪૧૧ વાળી ની કિ.રૂ ૩૦,૦૦૦,મોબાઇલ ફોન સેમસંગ કપનીનો નંગ -૦૧ કી.રૂ .૫૦૦,કુલ્લે કી.રૂા .૫૫,૭૦૦, મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડીને નખત્રાણા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here