નિકોલી ગામમાંથી ખાનગી એલોપેથીક દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને પકડી પાડતી SOG નર્મદા

0
25નિકોલી ગામમાંથી ખાનગી એલોપેથીક દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને પકડી પાડતી SOG નર્મદા

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નિકોલી ગામમાંથી બોગસ ડોક્ટરને મેડિકલ સામગ્રીના મુદામાલ સાથે એસઓજી નર્મદા એ ઝડપી લઈ ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લા ઈ.ચા પોલીસ અધિક્ષક રાજેશ પરમારની સુચના મુજબ જીલ્લાનાં ડીગ્રી વગરનાં બોગસ તબીબ પકડી કાયદેસર કાર્યવાહી કરવા એસ.ઓ.જી. શાખાના પો.ઈન્સ કે.ડી. જાટ ને આપેલ સૂચના મુજબ એસ.ઓ.જી.ના અ.હે.કો આંદનભાઇ સુકલભાઇને બાતમી મળ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી નિકોલી ગામમાં દુધ ડેરીની નજીક આવેલા કનુભાઇ બેચર ભાઇ પટેલના મકાનમાં ડોકટરી ડીગ્રી વગરનો રાજેન્દ્રભાઇ ટીલાભાઇ પટેલ ગેર કાયદેસર રીતે ખાનગી એલોપેથીક દવાખાનું ખોલી એલોપેથીક દવાઓ આપતો હોય જેથી આ બોગસ ડોકટર પટેલ હાલ રહે . ગામ નિકોલી,મુળ રહે . શિંદેગામ , તા.જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર )ને જુદી – જુદી કંપનીની એલોપેથી દવાઓ તથા ઈન્જકશનો તથા ગર્ભપાતની દવાઓ મળી કુલ કી.રૂ. ૫૮,૨૩૨/- ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરૂધ્ધ આમલેથા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here