નેચરલ કલબ રાજકોટ દ્વારા બંગાવડી ગામે ફળાઉ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

0
50(હષઁદરાય કંસારા દ્વારા )

નેચરલ કલબ રાજકોટ દ્વારા બંગાવડી ગામે તા.30 ના રોજ 1000 ફળાઉ રોપાઓ નું વિનામૂલ્યે વિતરણ કરાશે. ટંકારા તાલુકાના બંગાવડી ગામે ગામના યુવાનો તથા બહાર વસતા ઉદ્યોગપતિઓ તથા દાતાઓના સહકારથી હેમગીરી બાપુ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવેલ છે. તેમાં 3500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.

નેચરલ કલબ રાજકોટ ના પ્રમુખ બાલા સાહેબ દ્વારા બંગાવડી ગામના ઓક્સિજન પાર્ક જાતે નિહાળેલ. વ્યવસ્થિત રીતે કરાયેલ વૃક્ષારોપણ થી ભારે પ્રભાવિત થયા હતા .
નેચરલ કલબ રાજકોટ દ્વારા બંગાવડી ગામે આગામી તારીખ 30/ 6 /2021 ના રોજ શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે ૧૮ થી 20 પ્રકારના 1000 ફળાઉ રોપાઓ નું વિતરણ વિના મૂલ્યે કરાશે.
આ ફળાઉ રોપાઓ લોકો પોતાના ઘરના આંગણામાં, વાડામાં અથવા તો પોતાના ખેતર તથા વાડીમાં વૃક્ષારોપણ કરી શકશે. બંગાવડી ઉપરાંત આજુબાજુના દેવળીયા , ઓટાળા ,રસનાળ ,ટીમડી વિગેરે ગામના લોકોને પણ વિના મૂલ્યે રોપાઓ અપાશે. લોકો ને પોતાના આંગણે અથવા સીમ માં વાડી કે ખેતરના સેઢા ઉપર વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા નેચરલ કલબ રાજકોટ ના પ્રમુખ બાલાસાહેબે અપીલ કરેલ છે.
રોપાઓ નું વિતરણ બંગાવડી ગામના લોકો ના સહયોગ થી કરાશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here