ગઢશીશાથી રત્નાપરના-૧.૫૪,કરોડના ખર્ચે નિર્માણ પામેલ રોડનું લોકાર્પણ અને ગઢશીશામાં ઓક્સિજન પ્લાન્ટ નુ ભુમી પુજન કરવામાં આવ્યું.

0
56
રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના ગઢશીશા થી રત્નાપર સુધીના રૂ,૧,૫૪,કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડામર રોડ અને ગઢશીશા સી.એચ.સી.માં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ,૩૪,લાખના ખર્ચે બનનારા ઓક્સિજન પ્લાટનું ખાતમુહૂર્ત સાંસદ વિનોદભાઈ ચાવડા,ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,જિ.પં.પ્રમુખ પારૂલબેન કારા,જિ.પં.સદસ્યા લીલાબેન રાઠવા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરાયું હતું

અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કચ્છના સર્વાગી વિકાસ માટે સરકાર વતી કટિબદ્ધતા વ્યક્ત કરતા પર્યાવરણની જાણવણી અને પ્રદુષણ મુક્તિ પર ભાર મુક્યો હતો.સાંસદે ટૂંક સમયમાં કચ્છમાં અધૂરી રહેલી નર્મદા કેનાલની કામગીરી પૂર્ણ કરવાનો સંદેશો આપ્યો હતો.

આ પ્રસંગે ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે,માંડવી તા.પં.પ્રમુખ નિલેશ મહેશ્વરી, માંડવી તા.પં, ઉપપ્રમુખ રાજુભા જાડેજા,હરેશભાઈ રંગાણી,સરપંચ ભાઈલાલ છાભૈયા,ગંગાબેન સેંઘાણી,ઝવેરબેન ચાવડા,સુરેશ સંઘાર સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ગઢશીશા- મોથાળા રોડ,પીજીવીસીએલ, જીઇબી ની સબ ડિવિઝન ઓફીસ અને એસ.બી.આઈ. બેન્ક માટેની લોકોની માંગણીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here