આહવા ખાતે આવેલ જાગૃતિ કો.ઓ .હાઉસિંગ સોસાયટી ના નવા હોદ્દેદારો ની વરણી

0
37ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગના આહવા ખાતે આવેલ જાગૃતિ કો.ઓ હાઉસિંગ સોસાયટી ના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી

જેમાં પ્રમુખ તારીકે સી પી ગવળી અને મંત્રી તરીકે સન્મુખભાઈ આર ચૌધરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી

પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે આવેલ જાગૃતિ કો.ઓ.હાઉસિંગ સોસાયટીના મેમ્બરો ની એક મહત્વની  સભા  યોજાઈ હતી જેમાં  ગત ટર્મ ના હોદ્દેદારો ની મુદ્દત પૂર્ણ થતાં તેની ખાલી પડેલ પદ માટે નવા હોદ્દેદારોની મૌખિખ ચૂંટણી થતાં તેમાં પ્રમુખ તરીકે આહવા નગરના માજી સરપંચ  સી પી ગવળી ની વિધિવત સર્વાનુમતે વરણી કરવામાં હતી જ્યારે મંત્રી તરીકે સન્મુખભાઈ આર ચૌધરી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જ્યારે સહમંત્રી તરીકે મહિલા સભ્ય શ્રીમતી નીરુબેન કે પટેલ અને ઉપપ્રમુખ તરીકે મગનભાઇ એસ બાવિસ્કર તથા વ્યા.કમિટી સભ્યો તરીકે ૧.શ્રીમતિ માલતીબહેન અનિલભાઈ ખૈરનાર , ૨.સુરેશભાઈ આર જોષી, ૩.અલ્કેશભાઈ એમ ગાયકવાડ, ૪. કાશીરામભાઈ એલ રાઉત, ૫.ગીરીશભાઈ જી. મોદી ની ની વરણી કરવામાં આવી હતી જેઓને સોસાયટીના તમામ સભ્યોએ હાર્દિક શુભકામનાઓ સાથે વધાવી લીધા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here