આમ આદમી પાર્ટી મોરબીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

0
92ગોપાલ ઇટલીયા અને ઈશુંદાન ગઢવી આગામી માસ મોરબી ખાતે ૨ દિવસનું રોકાણ

તાજેતરમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં નિષ્ઠાવાન પત્રકાર ઈશુંદાન ગઢવી જોડાયા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફી એક જુવાળ જોવા મળ્યો છે જેમાં યુવાનો, સામાજિક કાર્યકરો તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલની આગેવાનીમાં સ્વાગત કાર્યક્રમ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા માટે અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ જેમાં મહેમાન તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ સહ સંગઠન મંત્રી શિવાજી ભાઈ ડાંગર ઉપસ્થિત રહે.

આ સ્વાગત કાર્યક્રમમાં 50 નવયુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા તેમજ એક સમયે પાર્ટીના રહેલ સાથી મિત્રો કોઈ કારણસર અને સંજોગો અવસાત પાર્ટીમાંથી જતા રહેલા તેઓની પણ આજ રોજ ઘર વાપસી કરવામાં આવે. તેમજ આગામી 28 જૂન થી ૨૮ જુલાઈ સુધી સોમનાથ થી અંબાજી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમજ આમ આદમી પાર્ટી યુવા નેતા ઇશુદાન ગઢવી જન સંવેદના મુલાકાતે નીકળવાના હોવાથી મોરબી ખાતે બે દિવસ રોકાણ કરી કોરોનામાં મૃત પામેલ લોકોના સ્વજનો ની મુલાકાત કરશે જે અંગે અગત્યની ચર્ચા કરવામાં આવીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here