મોરબીનું ગૌરવ એવા IAS રમેશભાઈ મેરજાનો આજે જન્મદિવસ

0
47મોરબીની દોશી હાઈસ્કૂલમાં ભણી આપબળે ઉચ્ચ દરજ્જે પંહોચેલા

મોરબી પંથકના ચમનપર ગામે જન્મેલા દોશી હાઇસ્કૂલમાં ભણેલા એવા રમેશભાઈ મેરજા કે જેણે આપબળે વહીવટી ક્ષેત્રની સર્વોચ્ચ સિધ્ધી એવા IASના પદે પંહોચી મોરબી – માળીયા (મીં) નું ગૌરવ વધાર્યું છે તેમનો આજે જન્મદિવસ છે. હાલ તેઓ પાટણના D.D.O તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમની વહીવટી કારકિર્દીમાં રાજકોટ, પાલિતાણા, આણંદ, મહેસાણા, ખેડા, અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ હોદ્દા ઉપર તેમણે સફળતા પૂર્વક કામગીરી બજાવી છે. માળીયા (મીં) ના ચમનપર ગામે ગ્રામ્ય માતા વજીબેનની કૂખે અને ખેડૂત પિતા
અમરશીભાઈના ખોરળે જન્મેલા બંને પુત્રો પૈકી એક રમેશભાઈ મેરજા IAS અને બ્રિજેશભાઈ મેરજા M.L.A. ના દરજ્જે પંહોચ્યા છે. એક નાનકડા ગામે જન્મીને બંને ભાઈઓએ મેરજા પરિવારનું, ચમનપર ગામનું અને મોરબી પંથકનું નામ ઉજાળ્યું છે. એક માતાના બંને સંતાનો આવા ઉચ્ચ દરજ્જે હોય તેવો સંજોગ ભાગ્યે જ જોવા મળે છે.

બંનેના ઉચ્ચ અભ્યાસમાં પણ એવી સામ્યતા રહેલી છે કે પત્રકારીત્વનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ પણ બંને ભાઈઓએ કરેલો છે. સ્વભાવે સાલસ, વ્યવહારે નિખાલસ અને સૌને સરળતાથી મળવાનો મળતાવળો સ્વભાવ એ એમના આગવા ગુણો રહ્યા છે. રમેશભાઈ મેરજા જ્યાં પણ ડ્યૂટી ઉપર હોય ત્યાં તેમણે હંમેશા મોરબી પંથકનું હિત હૈયે રાખી પોતાની સનદી અધિકારી તરીકેના પ્રભાવનો હંમેશા પોતાના વતનના લોકોના હિત માટે કરતાં રહેવાનો તેમનો આગવો સ્વભાવ રહ્યો છે. તેઓ મોરબી – માળીયા (મીં) વિસ્તારમાંથી વધુને વધુ વિધાર્થીઓ GPSC અને UPSC માં સફળ થાય એ માટે ખાસ રસ લઈ અંગત માર્ગદર્શન પણ વખતો વખત આપતા હોય છે. આવા હોનહાર IAS અધિકારી અને મોરબીના પનોતા પુત્ર રમેશભાઈ મેરજાને જન્મદિવસે શુભેચ્છાઓ સાંપડી રહી છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here