મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા પ્રસાદમા સહયોગ આપી સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

0
53મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો હાલાણી પરિવાર

મોરબી જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજ નો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા મા આવી રહ્યો છે ત્યારે મોરબી ના હરીશભાઈ હાલાણી દ્વારા તેમના ભાઈ સ્વ.ભરતભાઈ મણીલાલ હાલાણી નુ તાજેતર મા અવસાન થતા  બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી છે. જેમા શુધ્ધ ઘી ના મોહનથાળ સહીત ની વાનગીઓ પીરસવા મા આવી હતી. મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ એ પણ સ્વ.ભરતભાઈ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરવા મા આવે છે જેમા ની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ. મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈ ને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફ થી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષો થી પ્રદાન કરવા મા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનો એ શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮ તથા હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરવો તેમ યાદી મા જણાવ્યુ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here