પેટ્રોલના ભાવવધારાને લઇને અનોખી રીતે વિરોધ

0
119દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલના ભાવને લઈને વડોદરાની ટીમ રિવોલ્યુશન સંસ્થાએ ભાજપ સરકાર સામે આજે અનોખો વિરોધ કર્યો હતો. વડોદરાના સુભાનપુરાના હાઈટેન્શન રોડ પર આવેલા પેટ્રોલપંપ પર આજે ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરિકોને 1 લિટર પેટ્રોલ મફત આપવામાં આવ્યું હતું.

ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો સહિત 300 લોકોને ટીમ રિવોલ્યુશને 1 લિટર પેટ્રોલ આપ્યું હતું

મફત પેટ્રોલ મેળવવા ભાજપના કાર્યકરો કે નેતાઓ પાસે ભાજપનો ખેસ, સ્ટીકર કે કાર્ડ હોવું જરૂરી હતું. ભાજપના નામે 1 લિટર મફત પેટ્રોલ લેવા માટે લોકોએ લાંબી-લાંબી લાઇનો લગાવી દીધી હતી. જેમાં કેલાક ભાજપના કાર્યકરો પણ સામેલ હતા. નાગરીકોને વંદે માતરમ અને ભારત માતા કી જય બોલાવ્યા બાદ પેટ્રોલ મફત આપવામા આવ્યું હતું.

ભાજપનો ખેસ પહેરીને લોકો મફત પેટ્રોલ ભરાવવા માટે પહોંચી ગયા હતા

લોકોને 1 લિટર પેટ્રોલ મફત આપવામાં આવ્યું છે. જેમાં ભાજપનો ખેસ પહેરીને કેટલાક લોકો મફત પેટ્રોલ લેવા માટે આવ્યા હતા. આ બાબતની પ્રેરણા અમને ભાજપના સી.આર. પાટીલ પાસેથી મળી છે. કોરોના દરમિયાન રેમડેસિવિર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટીના ભાજપના કાર્યકરો-નેતાઓને મફતમાં પેટ્રોલ આપ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here