વાગ્ધારા સંસ્થા વાંસવાડા દ્વારા ફતેપુરા તાલુકાના ૩૦ ગામડાઓ ના ગરીબ પરિવારોને વિવિધ તબક્કે કીટ સહાય રૂપે સેવાયજ્ઞ

0
30
ફતેપુરા તાલુકામાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિધવા,વિકલાંગ,ની:સહાય પરિવારને રાસન કીટનું વિતરણ કરાયું.

હાલ ફતેપુરા તાલુકામાં એક સો જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

તા.૨૮
ફતેપુરા તાલુકામાં રાજસ્થાન બાસવાડાની વાગ્ધારા સંસ્થા દ્વારા તાલુકાના ૩૦ જેટલા ગામડાઓમાં વિવિધ તબક્કે ગરીબ પરિવારોને સહાય રૂપ તથા રાસન કીટનું વિતરણ કરી અનોખો સેવાયજ્ઞ ચલાવી રહેલ હોવાનું જાણવા મળે છે.તેવી જ રીતે આજરોજ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વાગ્ધારા સંસ્થા દ્વારા સુખસર સહિત ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિધવા,વિકલાંગ અને નિઃસહાય લોકોને શાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આજરોજ બાસવાડા રાજસ્થાનની વાગ્ધારા સંસ્થા દ્વારા ગરીબ પરિવારની વિધવાબેનો,વિકલાંગો ની: સહાય લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં બે કિલો ચણાદાળ,બે કિલો મોરસ,૨૫૦ ગ્રામ મરચું,૨૫૦ ગ્રામ હળદર,૨૫૦ગ્રામ ચા, ૧ કિલો ગોળ,૨ કિલો ખાદ્ય તેલ,પાંચ કિલો ચોખા,નાહવાના સાબુ નંગ-૨, તથા મીઠું એક કિલોની કીટ વિતરણ કરવામાં આવી હતી.તેમજ પટીસરા, માધવા,ડબલારા જેમાં ગામડાઓમાં એકસો જેટલા નિ:સહાય લોકોને આ કીટનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. હાલ વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના ૩૦ જેટલા ગામડાઓમાં વિવિધ સહાય આપવામાં આવે છે. ત્યારે આવનાર સમયમાં નિઃસહાય લોકોને સહાય આપવા વધારે ગામડાઓનો સમાવેશ કરવામાં આવનાર હોવાનું પણ સંસ્થાના અધ્યક્ષ ગિરીશભાઈ પટેલ દ્વારા જાણવા મળે છે.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ વાગ્ધારા સંસ્થા બાસવાડા દ્વારા વિકલાંગ,નિરાધાર તથા વિધવા મહિલાઓને સરકાર દ્વારા મળતા લાભોથી માહિતગાર કરી તેઓને મળવા પાત્ર સરકારી લાભો મેળવી પરિવાર ની મુશ્કેલી ઓછી થાય અને સુખેથી રહે તે બાબતે કામગીરી કરી રહેલ હોવાનું જાણવા મળે છે.
આજરોજ સુખસર ખાતે ૩૫ જેટલા નિઃસહાય લોકોને રાશન કીટ ફાળવવામાં આવી હતી.તેમાં આસપાસના ગામડાઓના વિધવા બહેનો,વિકલાંગ ભાઈ-બહેનો તથા નિરાધાર બાળકોને આ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વાગ્ધારા સંસ્થાના અધ્યક્ષ ગિરીશભાઈ પટેલ,સંસ્થાના કાર્યકર્તાઓમાં રમેશભાઈ કટારા, સરસ્વતીબેન પારગી,સૂર્યાબેન બારીયા તથા નાનીઢઢેલી બેઠકના તાલુકા સભ્ય વિકલાભાઇ ડામોર સહિત લાભાર્થીઓ હાજર હતા.


ફોટો÷ વાગ્ધારા સંસ્થા દ્વારા સુખસર ખાતે ફાળવવામાં આવેલ રાશન કીટના લાભાર્થીઓ સહિત સંસ્થાના કાર્યકરો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here