વિજાપુર પોલીસે મકરાણી દરવાજા પાસે વલ્મીકિ ગલી માંથી જુગાર રમતા ત્રણ ને ઝડપી પાડ્યા

0
34વિજાપુર મકરાણી દરવાજા વાલ્મિકીવાસ પાસે ત્રણ જણા જુગાર રમતા ઝડપાયા પોલીસ દ્વારા ફરીયાદ નોંધાઇ

વિજાપુર તાલુકા મથક ની પોલીસ જીલ્લા પોલીસ વડા ના કડક આદેશોને પગલે જુગાર વરલી દારૂ સહીત ની બદીઓ ને ડામવા માટે સઘન પેટ્રોલીંગ કરી અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ મુકવા દોડી રહી છે ત્યારે શહેર ના મકરાણી દરવાજા નજીક આવેલા વાલ્મિકી વાસ ની ગલી માં બંધ મકાન આગળ થી જુગાર રમતા એક યુવતી સહીત ત્રણ જણા ને ઝડપી લઈને જુગારધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે પોલીસ એક જગ્યાએ રેડ પાડી ને સંતોષ માની રહી છે ત્યારે કેટલીક જગ્યાએ હજુ પણ છાનું છુપનું જુગાર વરલી ચાલી રહયું છે તેવું પણ શહેરમાં ચર્ચાઓ એ જોર પકડયું છે આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ રીતેશ કુમાર રબારી હાજર હતા તે સમયે ખાનગી બાતમી મળી હતી કે શહેરના મકરાણી દરવાજા પાસે આવેલા વાલ્મીકિવાસ ની ગલી માં કેટલાક લોકો ટોળુ બનીને પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમી રહયા છે પોલીસે તેની હકીકત મેળવી તપાસ કરી રેડ કરતા વાલ્મિકીવાસની ગલીમાં ટોળુ વળી ને જુગાર રમતા ત્રણ જણા ને ઝડપી લઈને ૩૫૫૩૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને ભરતસિંહ દીપસિંહ ઠાકોર તેમજ સુમનસિંહ બનેસિંહ ઠાકોર તેમજ રશ્મિકાબેન ઉર્ફે જીગી મણા ભાઇ સોલંકી સામે પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here