કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

0
19
મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પાસવાન અને  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -વાંકી મેડિકલ ઓફિસર ડૉ. કોમલબેન દાફડાના માર્ગદર્શન હેઠળ લાખાપર સબ સેન્ટર ખાતે કિશોરી સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.

આર.કે.એસ.કે.કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા દ્વારા કિશોરાવસ્થામાં થતા શારીરિક, માનસિક, સામાજિક અને જાતીયવિકાસ અને ફેરફારો અંગે, પોષણ અને પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને પાણી અંગે તેમજ એનિમિયા વિશે, આઈ.એફ.એ ગોળી લેવાથી થતા ફાયદા વિશે તેમજ કિશોરાવસ્થામાં થતા જુદા-જુદા કેફીદ્રવ્યોના વ્યસન અંગે અને તેના કારણે થતી શારીરિક, માનસિક અને શેક્ષણિક કારકિર્દીને લગતી સમસ્યાઓ વિશે માનસિક સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન આપ્યું.અને ફી.હે.વ સંગીતાબેન  દ્વારા  -કિશોરીઓને માસિક ચક્ર વિશે  આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.

કિશોરીનું હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યું. મ.પ.હે.વ.રાહુલભાઈ રાઠોડ દ્વારા વાહક જન્ય રોગો ડેન્ગ્યુ મેલેરિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.દરેક કિશોરીઓને સેનેટરી પૈડ અને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો. આશા વર્કર બેન દ્વારા દરેક કિશોરીનું વજન , ઊંચાઈ કરવામાં આવ્યું અને આઈ.એફ.એ.ગોળી આપવામાં આવી. કાર્યક્રમમાં CHO ભરતભાઈ પટેલ , આંગણવાડી હેલ્પર બેન , આશા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here