ચોમાસાના પ્રારંભેજ ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરાના લોકો કાદવ કીચડથી પરેશાન*

0
65કિરીટ પટેલ વાત્સલ્યમ સમાચાર બાયડ
*ચોમાસાના પ્રારંભેજ ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરાના લોકો કાદવ કીચડથી પરેશાન*

* બાયડ તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયતના મોટામુવાડા ગામના ગાયત્રી નગર માં ચોમાસુ શરુ થતાંની સાથેજ ગામમાં અવર જવર કરવા માટેના રસ્તામાં પાણી ભરાઈ જતાં અને કાદવ કીચડ થઇ જતાં ગામ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ ગ્રામ વાસીઓમાં વર્તમાનમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિમાં અન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે….

* વધુમાં ગ્રામવાસીઓ દ્વારા ડેમાઈ ગ્રામ પંચાયતના સરપંચશ્રીને રજૂઆત કરવામાં આવતાં સરપંચશ્રી દ્વારા અમારી પાસે કોઈ આવક ન હોવાથી કોઈ કામ નહીં થાય, પંચાયત પાસે કામ કરવા જરૂરી નાણાં નથી તેવા બેજવાબદારી ભર્યા ઉડાઉ જવાબ મળી રહ્યા છે…..

* ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરાના લોકો દ્વારા સરપંચશ્રી ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છેકે, સરપંચ દ્વારા ડેમાઈ પંચાયત વિસ્તારના પેટાપરાના ગામડાઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. આજ દિન સુધી સરકારશ્રીની કોઈ પણ પ્રકારની ગ્રાન્ટનો ઉપયોગ પેટાપરા વિસ્તારમાં કરવામાં આવતો નથી અને ડેમાઈ ગ્રામ પંચાયતનો પેટપરા વિસ્તાર વિકાસથી વંચિત છે, તેમજ વિસ્તારના લોકોની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવતી નથી. વધુમાં લોકોમાં થઈ રહેલી ચર્ચા મુજબ દર વર્ષે ફક્ત ડેમાઈ નગર માંજ વિકાસ કરવામાં આવી રહ્યો છે અને પેતપરા ના લોકો પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહ્યાં છે….LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here