વઘઇ ખાતે અમુક બસો બંધ રહેતા મુસાફરોમાં ભારે હાલાકી ફરી ચાલુ કરવાની ઉઠી માંગ…

0
59ડાંગ:- મદન વૈષ્ણવ

વઘઈ તાલુકાની અમુક બસો હજુ પણ બંધ રહેતાં યુવાનો સહિત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સ્થાનિક યુવાઓ અને વડીલો દ્વારા બસ રાબેતા મુજબ ફરી ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કોરોનાનુ હવે સંક્રમણ ખુબ જ ઓછું છે.તેમ છતા પણ વઘઇ તાલુકાની અમુક બસોને રાબેતા મુજબ શરૂ ન કરાતા ગામડાઓમાંથી રોજ અપડાઉન કરતાં યુવાનો, વડિલો સહિત નાનામોટા ધંધાર્થીઓ ઉપરાંત સ્થાનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વઘઇ તાલુકામાં આવેલ સાવરખડી,સિલોટમાળ, ભુરભેંડી, દિવડીયાવન, કોસમાળ,દગુનીયા,માંળુગા તથા આહવા-વ્યારા બસ અને વલસાડ – સાપુતારા બસ પણ સ્થાનીક મુસાફરો સહિત રોજ અપડાઉન કરતા શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ હતી.પરંતુ કોરોના સંક્રમણને લઈને આ બસ બંધ થઈ જતા યુવાનો,વડીલો,નાના મોટા ધંધાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હતી.હવે કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને કેસોની સંખ્યા નહિવત રહેતા તમામ મુસાફરો આ બસોને શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.જયારે વઘઈ ખાતે તમામ લોકો વઘઇ તાલુકા પંચાયત કે પછી વઘઈ તાલુકા સેવા સદન ખાતે પોતાના કામકાજો માટે દુર દુર થી પોતાના પ્રાઈવેટ વાહનોમાં આવતા હોય છે.હાલમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ વધતા પોતાના કામકાજ માટે પોતાનું પર્સનલ વાહન પણ લાવવાનું લોકોને મોંઘુ પડી રહ્યુ છે.જયારે અમુક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે પોતાના વાહનો ન રહેતા તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ત્યારે વલસાડ નિગમમાં સમાવિષ્ટ આહવા ડેપો મેનેજર આ બસોને ફરી શરૂ કરાવે તેવી  માંગ ઉઠવા પામી છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here