વિધાનસભા ચૂંટણી પહેલાં કેજરીવાલના 3 મોટા વાયદા-300 યુનિટ વીજળી ફ્રી

0
46આમ આદમી પાર્ટીએ પંજાબમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીવાળી ગેમ રમવાનું શરૂ કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી હતી. આ દરમિયાન 3 મોટા ચૂંટણી વાયદા કર્યા છે. 1) દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી, 2) જૂનાં રેસિડન્સ બિલ માફ 3) 24 કલાક પાવર સપ્લાય.

કેજરીવાલે કહ્યું હતું કે ગરીબોનાં વીજળીનાં બિલ 70 હજાર સુધી આવી રહ્યાં છે. તેમનો શું વાંક, તેમનાં કનેક્શન કાપી દેવામાં આવે છે. તેવા દરેક લોકોને સન્માન આપવામાં આવશે અને તેમનાં કનેક્શન ફરી જોડી દેવામાં આવશે. રેસિડન્સ સેક્ટરમાં જેમનાં જૂનાં બિલ બાકી હશે એ માફ કરી દેવામાં આવશે. 300 યુનિટ ફ્રી વીજળીને કારણે 80 ટકા લોકોનાં બિલ ઝીરો થઈ જશે. આ કેજરીવાલની ગેરંટી છે, કેપ્ટનના વાયદા નહીં. તેમણે તેમના વાયદા 5 વર્ષમાં પણ પૂરાં નથી કર્યા. 300 યુનિટ વીજળી અને જૂનાં બિલ માફ કરવામાં આવશે. 24 કલાક વીજળી આપવામાં સમય લાગશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here