માધાપર ગામેથી સાધુના વેશમાં ફોર્ચ્યુનર ગાડી લઇને નાશી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ. 

0
110
રિપોર્ટર :- રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :-  ૨૫/૦૬/૨૦૨૧ ના રોજ મહેશગર વેલગર ગુસાઇ (ઉ.વ .૪૪) ધંધો – ગાડી લે – વેચ રહે,શ્રીહરીપાર્ક,ભવાની હોટલની સામે નવાવાસ માધાપર નાઓએ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે . આવી જાણ કરેલ કે,પોતાની ઓટો લે – વેચની દુકાન માહી ડેરીની સામે નવાવાસ માધાપર, કચ્છ ખાતે આવેલ છે.જેઓની માલિકીની ફોર્ચ્યુનર ગાડી નંબર, GJ – 12 – BC – 6646 જે સીલ્વર કલરની ગાડી જે ગાડીના આગળના ભાગે કાળા કલરનું બમ્પર લગાવેલ છે.જેના ઉપર શ્રી આવળ કૃપા લખેલ છે.તથા કાચના ઉપરના વચ્ચેના ભાગે જય માતાજી લખેલ છે.તે ગાડી પ્રદિપગીરી નામના સાધુએ ત્યા સવારના સાતેક વાગ્યે આવી પોતે રાજસ્થાન ખાતે બાડમેરથી આગળ આવેલ રામદેવપીર ના જન્મસ્થળ રૂડીયાધામના ગાદીપતી હોવાનું જણાવી સાધુના કપડામાં આવેલ અને વિશ્વાસ અપાવી ટેસ્ટ ડ્રાઇવના બહાને ઉપરોક્ત ગાડી લઈને નાશી ગયેલ હોવાનું જણાવેલ,જે અન્વયે ગાડીની અત્રેથી કચ્છ જીલ્લાના આડેસર ચેક પો.સ્ટ.તથા સુરજબારી ચેક પો.સ્ટ.પર તાત્કાલિક તપાસ કરતા આડેસર ટોલનાકા ખાતેથી સવારે દસ વાગ્યે પસાઇ થઇ પાટણ બાજુ જતી હોવાનું જાણવા મળેલ હોય,

આથી તાત્કાલિક નાકાબંધી કરી, વોચ કરી ગાડી મળી આવેલી તો તે શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાતના તમામ જીલ્લાઓમાં વાયરલેસ લોગ મેસેજ પાસ કરાવેલ તેમજ સ્ટેટ કંન્ટ્રોલરૂમ મારફતે રાજસ્થાન પોલીસને ગાડી અંગે વોચ રાખવા જણાવેલ હોય તેમજ ફરીયાદીની ફરીયાદ લઇ ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.એ. પાર્ટ ગુ.ર.નં,૧૫૭૫ / ૨૦૨૧,આઇ.પી.સી.કલમ. ૪૦૬,૪૨૦ મુજબનો ગુનો તા .૨૫ / ૦૬ / ૨૦૨૧ ના નોંધાયો હતો,આરોપ ફોર્ચ્યુનર ગાડી લઇને રાજસ્થાન તરફ ગયેલ છે.જે બાબતે રાજસ્થાન પોલીસને તપાસ બાબતેનો મેસેજ મળેલ હોય બાવર પોલીસે ફોર્ચ્યુનર ગાડી સાથે પકડી લીધેલ જેથી અત્રેના પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓને બાવર ( રાજસ્થાન ) ખાતે મોકલી મજકુર આરોપીને ફોર્ચ્યુનર ગાડી સાથે અત્રેના પો.સ્ટે.લાવેલ અને યુક્તી – પ્રયુક્તીથી પુછ.પરછ કરતા તે આરોપી એ પોતાના ગુનાની કબુલાત કરી અને  આરોપી પાસેથી ફોરચુનર કારનુ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ.આ આરોપી પાસે તપાસ દરમ્યાન તેના કજામાંથી આધારકાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ બનાવટી હોવાથી ઉપરોક્ત ગુનાની કલમોમાં ઇ.પી.કો.ક. ૪૬૫,૪૬૮,૪૭૧ મુજબનો ઉમેરો કરવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલ તેમજ આ કામેના આરોપીનો કોવિડ -૧૯ ટેસ્ટ કરાવી જે નેગેટીવ આવતા અટક કરેલ કરવામાં આવી હતી.તેમજ આરોપીના તા .૨૯ / ૦૬ / ૨૦૨૧ ના ક . ૧૨/૦૦ સુધીના રિમાન્ડ મેળવેલ છે .

તેમજ આ ગુનાની તપાસ,ટી.એચ.પટેલ પોલીસ સબ ઇન્સપેકટર ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છે.અને અગાઉ આવી આવી ચીટીંગ કોની સાથે કરેલ છે તેની જીણવટભરી તપાસ હાલ ચાલુમાં છે.તે આરોપી નુ મુળ નામ.પ્રદિપકુમાર પોપટલાલ શાહ (ઉ.વ.૬૦) રહે – બાલાજી મંદિર પાછળ જોટવાડા , જયપુર ( રાજસ્થાન ) મુળ રહે.ગામ પતરી કેશરપીર શેરી તા.મુંદરા,કચ્છ.તે શખ્સ પાસેથી કજે કરેલ મુદ્દામાલ માં ફોર્ચ્યુનર ગાડી કિ.રૂ. ૩,૦૦૦૦૦/- તથા રોકડા રૂ .૫૦,૦૦૦/- તથા ડોક્યુમેન્ટ  તે આરોપી ના આગળના ગુનાનો એમ.ઓ,કોઇપણ વ્યક્તિ સાથે મીઠી વાતો કરી ટેસ્ટ ડ્રાઇવના બહાને ગાડી લઇ જઇ ચીટીંગ કરે છે.તે આરોપી વિરૂધ્ધમાં દાખલ થયેલ ગુનાઓ મજકુર આરોપી વિરૂધ્ધ ઇડર ( સાબરકાંઠા ) ખાતે ગુ.ર.નં,૧૧૨૦૯૦૨૦૨૦૦૨૯૧ આઇ . પી.સી. કલમ ૧૮૮ , તથા જી.પી.એક્ટ , ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે . તેમજ રાજકોટ શહેર -૦૨ તથા અમરેલી -૦૧ તથા મધ્યપ્રદેશ -૦૧ તથા રાજસ્થાન -૧ એ રીતે એમ.ઓ થી ગુના કરેલ હોવાની કબુલાત કરતો હોય તે દિશામાં તપાસ ચાલુમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here