મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે વિડિઓ કોન્ફરનસિંગ દ્વારા શરૂઆત : નર્મદા જિલ્લામાં ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાઓ ને યુનિફોર્મ વિતરણ કરાશે

0
29
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે વિડિઓ કોન્ફરનસિંગ દ્વારા શરૂઆત : નર્મદા જિલ્લામાં ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાઓ ને યુનિફોર્મ વિતરણ કરાશે

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓને યુનિફોર્મ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૬ લાભાર્થી ભૂલકાંઓને યુનિફોર્મ એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં હતાં. આજથી જિલ્લાની ૯૫૨ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાંઓને રૂા.૪૯.૬૩ લાખના ખર્ચે બે જોડી યુનિફોર્મ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઘેર ઘેર જઇને વિતરણની કામગીરી શરૂ કરાઇ છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરાશે.

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પણ ૧૯ થી ૨૦ હજાર જેટલા બાળકોને ગણવેશનો લાભ મળવાનો છે, જેનાથી આંગણવાડીમાં જવા માટે બાળકોનો ઉત્સાહ વધવાનો છે. ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે ગણવેશની આ યોજના આવકારદાયક ગણાવી તેને બિરદાવવાની સાથોસાથ નર્મદા જિલ્લા માટે તે ખૂબજ ઉપયોગી બની રહેશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો, વિજ્યભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્યના આંગણવાડીના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાં- ખિલવવાં માટેના અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. દેશ અને વિશ્વમાં કોવિડ-૧૯ ની મહામારીમાં પણ આંગણવાડી બંધ હોવા છતાં આંગણવાડીના બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તેમજ સેટકોમના માધ્યમથી શિક્ષણ મળી રહે તે રીતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here