દાહોદ નગર સહિત સમગ્ર દાહોદ ના વેપારીઓ માં પ્રવર્તતી અસમંજસ ને દૂર કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી

0
33દાહોદ નગર સહિત સમગ્ર દાહોદ ના વેપારીઓ માં પ્રવર્તતી અસમંજસ ને દૂર કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી એ જણાવ્યું છે કે, વેપારીઓ પોતાની દૂકાનો રાત્રી ના નવ વાગ્યા સુધી ખુલી રાખી ને વેપાર વાણીજ્ય કરી શકે છે.
.
કોરોના વાયરસ ના સંક્રમણ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ જાહેરનામુ સ્વયંસ્પષ્ટ છે અને રાત્રીના નવ વાગ્યા સુધી દૂકાનો ખુલી રાખી શકાય છે , વેપારીઓ એ કોરોના સંદર્ભની માર્ગદર્શિકા નું પાલન કરવાનું રહે છે , દૂકાનો ઉપર ભીડ ના થાય એનો ખ્યાલ રાખવાનો છે , ગ્રાહકો માં સામાજિક અંતરનું પાલન થાય, સેનિટાઇઝેશન ની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહે છે , આ ઉપરાંત ગ્રાહકો માસ્ક પહેરની ખરીદી કરે તેની તકેદારી રાખવાની છે.

રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ ને પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તેઓ વ્હેલી તકે કોરોના વાયરસ સામેની રસી તુરંત મૂકાવી લે , વેપારી મિત્રો આ બાબત માં સહયોગ આપે એ પણ એટલું જ જરૂરી છે , વેપારીઓ એ એ બાબત પણ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે કોરોના હજુ ગયો નથી , તેની સામે સાવચેતી અને રસીકરણ જ ઉપાય છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here