જામનગરમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ ઘુસ્યો મે માસમા વેરિયન્ટની એન્ટ્રી હવે થઇ જાહેર

0
55


જામનગરમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ ઘુસ્યો મે માસમા  વેરિયન્ટની એન્ટ્રી  હવે થઇ જાહેર


 આરોગ્ય વિભાગમાં સર્વેની  દોડધામ

જામનગરમાં વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ, હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ : મહિલાએ વેક્સિનનો 1 ડોઝ પણ લીધો હતો

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

જામનગરમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ ઘુસ્યો હતો  મે માસમા આ  વેરિયન્ટની એન્ટ્રી હવે પેથોલોજી સઘન પરીક્ષણ બાદ  જાહેર થઇ હોયઆરોગ્ય વિભાગમાં સર્વેની  દોડધામ શરૂ થઇ છદ

જામનગરમાં વૃદ્ધ મહિલાનો અગાઉનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જોકે હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તેમજ  મહિલાએ વેક્સિનનો 1 ડોઝ પણ લીધો હતો

જામનગરના ગાંધીનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતા મહિલા વૃદ્ધને 28 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ, તેઓ G.G. હોસ્પિટલમાં દાખલ થયા હતા. અને ૨ જૂનના રોજ ડિસચાર્જ થયેલ. જામનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડેલ્ટા પ્લસની ચકાસણી માટે G.G. હોસ્પિટલમાંથી રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવેલ જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.

હાલ, 60 વર્ષીય મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ. મહિલાએ વેક્સિનનો 1 ડોઝ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here