પોલીસને કલંકિત કરતી ઘટના, લેડી કોન્સ્ટેબલની છેડતી કરતા કોન્સ્ટેબલ સામે ખાતાકીય ફરિયાદ નોંધાઇ

0
46







રિપોર્ટર. પ્રિતેશ પટેલ
વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલની છેડતી કરતા કોન્સ્ટેબલ સામે ખાતાકીય ફરિયાદ નોંધાઇ
——-
પોલીસને કલંકિત કરતી ઘટના સામે આવી. કાયદાના રક્ષક ભક્ષક બને ત્યારે જવું ક્યાં.?
——-

વાંસદા.તા.૨૮
વાંસદા તાલુકાની કે જ્યાં પોલીસ જવાને સહકર્મીને છેડતી કરતા ખાતાકીય તપાસમાં જવાનને સસ્પેન્ડ કરાયો સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંસદા પોલીસ મથકની કે જ્યાં વાંસદા પોલીસ મથકમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને ઉપસળ ગામના રહેવાશી એવા હર્ષદ પટેલ દ્વારા થોડા દિવસ અગાઉ પોતાના પોલીસ મથક માં ફરજ બજાવતી સહ કર્મીને છેડતી કરવામાં આવી હતી જેને લઈને આ ભોગ બનનાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. અને ફરિયાદના આધારે ખાતાકીય તપાસ ચાલુ કરવામાં આવી છે તો હાલમાં છેડતી કરનાર ડ્રાઇવર હર્ષદને જીલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે આ બાબત ખાતાકીય હોવાથી તપાસ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલમાં આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે આવા રક્ષકો જયારે પોતાના જ સહ કર્મી પર નઝર બગાડી રહ્યા છે ત્યારે આવા એક કર્મચારીના કારણે પોલીસ વિભાગનું નામ બગડતું હોય છે ત્યારે જો તપાસમાં હકીકત બહાર આવે તો કડકમાં કડક કાર્યવાહી કરવીજ જોઈએ. લોકો પોલીસ પર વિશ્વાસ કરતા હોય છે અને કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ જવાનોએ કરવાનું હોય ત્યારે આવા જવાનો પોલીસ બેડા પર કાળો કલંક કહી શકાય છે.ત્યારે કોન્સ્ટેબલ ડ્રાઈવર વિરુદ્ધ ખાતાકીય ફરિયાદ નોંધાતા કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here