હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સતત ૫ મા દિવસે વેક્સિન માટે લાંબી કતારો

0
44રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૫ વયના લોકો માટે વેક્સિનેસન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેમાં હળવદના સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોએ ભીડ જમાવી હતી ત્યારે એકબાજુ તંત્ર તમામ પ્રકારની સુવિધાઓ સાથે સજ્જ હોવાના બણગાં વચ્ચે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે અને ભીડના કારણે કોરોનાને નોતરે તેવા દ્રશ્ય સર્જાયા છે.

હળવદની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો જાગૃતતા પગલે કોરોના વેક્સિન મુકાવવા આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેસન સેન્ટર પર તમામ સુવિધાઓ સાથે સજ્જ હોવાના દાવાઓ વચ્ચે આજે હળવદની સરકારી હોસ્પિટલમાં વેક્સિન મુકાવા લોકોના ટોળા જોવા મળ્યાં હતાં ત્યારે વેક્સિન મુકાવા આવેલા લોકો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સવારે વહેલા વેક્સિન મુકાવવા આવ્યાં છીએ અને દસ વાગ્યા તો પણ રસી આવી નથી અને આ ભીડના કારણે કોરોના વેક્સિન સાથે કોરોના પણ ઘરે જાય તેમ છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here