સંતરામપુર તાલુકા સહિત મહીસાગર જીલ્લો કોરોના મુક્ત જિલ્લો બનવા પામ્યો છે

0
33
જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર મહિસાગર જિલ્લાના છ તાલુકામાં સતત ત્રણ દિવસથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતા સમગ્ર મહીસાગર જીલ્લો આજે કોરોના મુક્ત જિલ્લા તરીકે બહાર આવવા પામ્યો છે.

સંતરામપુર ::- અમિન કોઠારી

 

 

સતત આઠ દિવસ ના આંકડાઓ જોતા સંતરામપુર તાલુકા સહિત મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યાં નથી.


તેની સામે ત્રણ વ્યક્તિઓ એ સારવાર દરમિયાન કોરોના ને મહાત આપતા સાજા થતા તેમને તેમના સ્વગૃહે જવા માટે ની રજા આપવામાં આવી. છે મહિસાગર જિલ્લા તેમજ તાલુકાના આરોગ્ય વિભાગના એ લોકોમાં કોરોના સંક્રમણ એકદમ ઘટી જતાં અને કોઈપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાતા જિલ્લા સહિત તાલુકાના તમામ વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here