દાહોદ જિલ્લામાં 181અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ ની મહિલા સંરક્ષણ ની ઉમદા કામગીરી

0
37




રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ જિલ્લામાં 181અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ ની મહિલા સંરક્ષણ ની ઉમદા કામગીરી.
ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત 181મહિલા હેલ્પલાઇન ને તેના મહિલાઓ ને ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવ ની કામગીરી ને દિન પ્રતિદિન વેગ મળી રહ્યો છે ગુજરાત સરકાર ની આ અભિનવ હેલ્પલાઇન થી મહિલાઓ સુક્ષિતતા મહેસુસ કરે છે અને મહિલાઓ ની એક સાચી હમદર્દ સખી તરીકે સ્વીકારેલ છે.
ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ઓ મા કાર્યરત અભયમ સેવા ગુડ ગવરનન્સ ક્ષેત્ર મા ઉમદા સેવાઓ આપી રહ્યું છે GVKEMRI દ્વારા સંચાલિત 181મહિલા હેલ્પલાઇન ટેકનોલોજી ના માધ્યમ થી ઝડપી સેવાઓ પુરી પાડી રહ્યું છે
ખુબ ટૂંકા ગાળા 2015 થી દિન પ્રતિદિન મહિલાઓ વિશ્વસનીય રીતે ઉપયોગ કરી પોતાના જીવન ની સમસ્યાઓ, મુશ્કેલીઓ માંથી મુક્તિ મેળવે છે એ પછી મહિલાઓ ની શારીરિક, માનસિક કે જાતીય સમસ્યાઓ અને ઘરેલુ હિંસા સહિત અસરકારક કાઉન્સિલિંગ દ્વારા નિરાકરણ લાવી સુખદ સમાધાન કરાવે છે ખુબ જ હિંસા અને ત્રાસ ના કિસ્સાઓ મા પોલીસ, મહિલા અને બાળ વિકાસ કચેરી, નારી સંરક્ષણ ગૃહ, મફત કાનૂની સહાય વગેરે વિભાગો ની મદદ થી મહિલા ના પ્રશ્નો ને ન્યાય અપાવવા પ્રયત્ન કરવામાં આવે છે
દાહોદ જિલ્લા મા અભયમ ટીમ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે મહિલાઓ સહિત બાળકો, સિનિયર સીટીઝન, યુવતીઓ, કિશોરીઓ માટે ના ખાસ કિસ્સા મા મદદરૂપ બનવામાં આવે છે બાળ લગ્ન અટકાવવા, બાળકો નો અભ્યાસ શરૂ કરાવવો, મુગ્ધાવસ્થા ના પ્રશ્નો મા સમજાવટ થી કરવામાં આવે છે
દાહોદ જિલ્લા મા અભયમ ની શરૂઆત થી 15894 કોલ મળેલ છે જેમાંથી 3287 જેટલાં ગંભીર પ્રકાર ના કિસ્સા મા સ્થળ પર અભયમ રેસ્ક્યુ ટીમ સહિત પહોંચી ને મહિલાઓ નો બચાવ અને મદદરૃપ બનેલ છે આ ઉપરાંત ઘરેલુ હિંસા ના 6284, શારીરિક સતામણી ના 2000, કાયદાકીય 340, લગ્નેતર સબન્ધો ના વિખવાદો મા 337, ટેલિફોનિક પજવણી ના 273, અન્ય સબન્ધો મા વિખવાદ 234, ગૃહત્યાગ 174, માનસિક તણાવ 118, માનસિક અસ્થિર 22, માલ મિલ્કત ઝગડાઓ 278, કામના સ્થળે સતામણી 61, સાયબર અંગે ના 11, નાણાકીય લેવડ દેવળ ના 84 વગેરે કિસ્સાઓ મા અગત્ય ની કામગીરી કરી છે 181અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલા સુરક્ષા સબન્ધી અગત્ય ની કામગીરી દ્વારા ગુજરાત ની મહિલાઓ નો વિશ્વાસ સંપાદિત કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here