ટંકારાની મિતાણા ચોકડી નજીક ઓવરબ્રીજના બ્લોક સાથે બાઇક અથડાતા એકનું મોત

0
35







ટંકારાના હમીરપર ગામે રહેતા રૂપસિંગ રાયસિંગ બૂડેદિયા (ઉ.૪૪) પોતાનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ એન્જીન નંબર ૦૩સી/૮ એમ.ઓ.૩૩૫૭ વાળું લઈને પુર ઝડપે મોરબી રાજકોટ હાઈવે પર જતો હોય દરમિયાન મીતાણા ચોકડી પર નવા બનતા ઓવર બ્રીજના સિમેન્ટના આર.ઈ. પેનલ (બ્લોક) સાથે પોતાનું મોટર સાઈકલ ભટકાતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોચી હતી જેમાં રૂપસિંગ બૂડેદિયાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના ભાઈ માનસિંગ બુદડીયાની ફરિયાદ લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here