ખાનકાહે અહેલે સુન્નતના ઉપક્રમે કાદરી વેકસીનેશન કેમ્પ યોજાયો,મોટી સંખ્યામાં લોકો રસીકરણ નો લાભ લીધો

0
47હાલોલ.

રિપોર્ટર.કાદિરદાઢી

વડોદરા ખાતે આવેલ આધ્યાત્મિક ધામ ખાનકાહે અહેલે સુન્નતના ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સહયોગથી કાદરી વેકસીનેશન કેમ્પનું આયોજન તા.29 અને 30 એમ બે દિવસીય કરવામાં આવ્યું છે.જેમાં આજરોજ 150 થી ઉપરાંત લોકોએ રસીકરણ કેમ્પમાં ભાગ લીધો છે.

હાલમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારીમાં અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે વડોદરા આજવા રોડ ખાતે આવેલ મેમન કોલોનીમાં આસ્તાન-એ અઝીમે મિલલત ખાતે સૈયદ મોયુનુંદ્દીન બાબા કાદરી, સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી, સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબ દ્વારા કાદરી વેકશીનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના રસીકરણ નો લાભ લીધો હતો.

જોકે હાલ કોરોના મહામારીની ત્રીજી લહેરની શકયતાઓ વધી રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રસીકરણ કરાવી સુરક્ષિત રહે એ હેતુ થી કાદરી વેકશીનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કેમ્પમાં વડોદરા મહા નગરપાલિકા ના ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ,વડોદરા મહા નગરપાલિકા ચેરમેન રાજેશભાઇ શાહ,પાણીગેટ પીઆઇ કે.પી પરમાર,વોર્ડ.ન.3 ના ભારતીય જનતા પાર્ટીના પકજભાઈ પંચાલ,જિલ્લા પ્રભારી શકુન્તલાબેન મહેતા,વડોદરા શહેર એસીપી.એસ.જી.પાટીલ,માજી સાંસદ સભ્ય જયાબેન ઠક્કર અને વડોદરા વાડી પોલીસ સ્ટેશનના પીઆઇ ટી. જી.બામણિયા ઉપસ્થિત રહ્યા હતા અને આ રસીકરણ બાબતે તમામ લોકોને જાગૃતિ દાખવવા ખાસ અપીલ કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here