નિર્ણાયક લડત આપનાર મહિલા અગ્રણી અને સાથીઓને બિરદાવી ઉત્સાહ વધારતી પ્રતિષ્ઠીત સંસ્થાઓ

0
38


જામનગરમા જીજીએચ કોવિડ જાતીય સતામણી પ્રકરણમા યુવતીઓને ન્યાય અપાવવા સફળ અને નિર્ણાયક લડત આપનાર મહિલા અગ્રણી અને સાથીઓને બિરદાવી ઉત્સાહ વધારતી પ્રતિષ્ઠીત સંસ્થાઓ

મહિલા ન્યાયમંચ ના નેજા હેઠળ અન્યાય સામે ઉઠાવેલ અવાજમા શાસન પ્રશાસન બંનેનો મળ્યો સહયોગ

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

જામનગરમા   કાર્યરત જીજીએચ સરકારી હોસ્પીટલના  કોવિડ  ટ્રીટમેન્ટ વિભાગમા એટેન્ડન્ટ યુવતીઓના જાતીય સતામણી પ્રકરણમા યુવતીઓને ન્યાય અપાવવા  મહિલા ન્યાય મંચ ના નેજા હેઠળ સફળ અને નિર્ણાયક લડત આપનાર જામનગરના મહિલા અગ્રણી શેતલબેન શેઠ અને સાથી એડવોકેટ કોમલબેન ભટ્ટ અને નિમીષાબેન ત્રિવેદી તેમજ સાથે જોડાયેલા મંચ ના બહેનો સાથીદારો ને આ બાબતે બિરદાવી ને  વધારતી પ્રતિષ્ઠીત સંસ્થાઓએ શેતલબેન સહિત સૌ ને બિરદાવી  ઉત્સાહ વધાર્યો છે ઉલ્લેખનીય છે કે મહિલા ન્યાયમંચ ના નેજા હેઠળ અન્યાય સામે ઉઠાવેલ અવાજમા મહિલા અગ્રણી  શેતલબેન શેઠ શાસન પ્રશાસન બંનેનો  સહયોગ મળ્યો છે તેમજ જાગૃત નાગરીકો સંગઠનો સંસ્થાઓ આગેવાનો એ પણ પ્રેરણા પુરી પાડી છે

જીજી હોસ્પિટલ દીકરીઓ સાથે ના અન્યાય મુદ્દે જીત મળી તે બદલ ધ રોટરી ક્લબ ઓફ સેનોરાઝ  ના ફાઉન્ડર પ્રમુખ ડો. કલ્પના બેન ખંઢેરીયા ,પ્રેસિડેન્ટ ડો પ્રવીણા સંતવાણી, પ્રેસિડેન્ટ ઇલેક્ટ  જયા બેન ચવન ,નિશા બેન અય્યર એ શેતલ બેન શેઠ અને નિમીષા બેન ત્રિવેદી નું સન્માન કર્યું અને એમની લડત ને બિરદાવી તથા હંમેશા ટેકો આપશે એવું વચન આપ્યું હતુ

તેવીજ રીતે  અન્યાય મુદ્દે જીત મળી તે બદલ ધ જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કૉમેર્સ ના પૂર્વ પ્રમુખ  જ્યોતિ બેન માધવાણી , પ્રમુખ  સહારા બેન મકવાણા , સેક્રેટરી  નિશા બેન અય્યર અને મમતા બેન મેહતા એ શેતલબેન શેઠનુ સન્માન કર્યું અને  લડત ને બિરદાવી તથા હંમેશા ટેકો આપશે એવું વચન આપ્યું હતુ આ તકે શેતલબેન એ આ પ્રતીષ્ઠીત સંસચથાઓનો  આભાર માન્યો છે તેમજ સૌના સહયોગથી પ્રજાલક્ષી સેવાઓનો જે વ્યાપ છે તે અવિરત રહેશે તેવી ખાત્રી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here