હજુ તો મૂછનો દોરો ફૂટ્યો નથી ને દારૂની ખેપ કરવા લાગ્યા : શામળાજી પોલીસે એસેન્ટ કારમાંથી ૧.૬૮ લાખના દારૂ સાથે ત્રણને દબોચ્યા 

0
72
અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

હજુ તો મૂછનો દોરો ફૂટ્યો નથી ને દારૂની ખેપ કરવા લાગ્યા : શામળાજી પોલીસે એસેન્ટ કારમાંથી ૧.૬૮ લાખના દારૂ સાથે ત્રણને દબોચ્યા

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર રાજસ્થાનમાંથી વીવીધ વાહનોમાં દારૂ ભરી ખેપ મારતા બુટલેગરો સામે શખ્ત ગાળીયો કસ્યો છે બુટલેગરો

ના મનસૂબા પર પાણી ફેરવી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી એસેન્ટ કારમાં વિદેશી દારૂની ખેપ મારતા ત્રણ લવરમુછીયાને દબોચી લીધા હતા એસેન્ટ કારમાંથી વિદેશી દારૂના ૨૪૦૦ પાઉચનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગરો વિદેશી દારૂની બોટલોને બદલે પાઉચમાં વિદેશી દારૂ ઘુસાડી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે

શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરવાની સાથે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા સતત બીજા દીવસે વીદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી હતી અણસોલ નજીક દરમીયાન શંકાસ્પદ ઝડપ સાથે ગુજરાતમાં પ્રવેશતી એસેન્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી પ્લાસ્ટીકની થેલીઓમાંથી વિદેશી દારૂના પાઉચ ભરેલી ૫૦ પેટી કુલ.નંગ-૨૪૦૦ કીં.રૂ.૧૬૮૦૦૦/- સાથે ત્રણ યુવકોને ઝડપી પાડી વિદેશી દારૂ,કાર,મોબાઈલ સહીત કુલ.રૂ.૩૬૯૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ત્રણ યુવકને દબોચી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

એસેન્ટ કારમાં દારૂની ખેપ મારી રહેલા ત્રણ યુવાન બુટલેગરો ના નામ વાંચો, કોણે દારૂ કારમાં ભરી આપ્યો હતો

૧)રમેશચંદ્ર નૈનાજી માલી

૨)દેવકીશન નૈનાલાલ માલી

૩)શ્રવણ પ્રતાપસિંઘ રાવત (ત્રણે રહે,રાજસ્થાન)

એસેન્ટ કારમાં વિદેશી દારૂ ભરી આપનાર કુખ્યાત બુટલેગર

૪)સુરેશ માલી (રહે,ભીલમગરા,આમેટ,રાજસ્થાન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here